નરેન્દ્ર મોદીના સગા ભાઈને પણ હવે કરવું પડશે આંદોલન- જાણો કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી ભારત સરકાર વિરુદ્ધ 2 ડિસેમ્બરના રોજ ધરણા પર બેસશે. પ્રહલાદ મોદી કહે છે કે, પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ એટલે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી ભારત સરકાર વિરુદ્ધ 2 ડિસેમ્બરના રોજ ધરણા પર બેસશે. પ્રહલાદ મોદી કહે છે કે, પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ એટલે કે PDS માં અનિયમિતતા જોવા મળી છે. સાથે-સાથે જ તેમની માંગ છે કે ભારતને ભૂખમરા મુક્ત બનાવવામાં આવે. તેઓ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના સભ્યોની સાથે ધરણા પર બેસશે. તેવી જાણકારી પ્રાપ્ત થઇ છે. પ્રહલાદ મોદી આ ફેડરેશનના વાઈસ પ્રેસિડેંટ છે.

આ ફેડરેશન સંદર્ભમાં લગભગ 5,27,322 રેશન ડીલર્સ આવે છે. ફેર પ્રાઈસ શોપ લાયસન્સ હેઠળ રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ચોખા, ઘઉં વહેંચવામાં આવે છે. ખાવાની વસ્તુઓની કિંમતોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને નિયંત્રણમાં લાવવા માટે રેશન ડિસ્ટ્રીબ્યૂશનની વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. પણ હાલના સમયમાં મોદીજી દરેક ખાનગી કંપનીને વેચી રહ્યા છે જેનાથી ખુબ તકલીફ ઉભી થશે. આવું તેમનું કહેવું છે.

ફેર પ્રાઈસ શોપના દરેક માલિકોનું પ્રતિનિધિત્વ કરનાર આ ફેડરેશનની માંગ છે કે, પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં અનિયમિતતા અને ભારતને ભૂખમરામાંથી દૂર કરવામાં આવે. સાથે-સાથે તેમની માંગ છે કે, ‘વન નેશન વન રેશન કાર્ડ’ સ્કીમને પરત લેવામાં આવે. રેશન કાર્ડની સાથે આધાર સીડિંગના પ્રવર્તનને બંધ કરવામાં આવે. ‘વન નેશન વન રેશન કાર્ડ’ સ્કીમમાં EPOS મશીનોને ફરજિયાત કરવામાં આવી છે, જેમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે લોકોને રેશન મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.

ફેડરેશનના જનરલ સેક્રેટરી બિસમ્ભર બાસુએ કહ્યું છે કે, આ ધરણા 11 દિવસો સુધી સતત ચાલશે. ફેડરેશને રેશન ડીલર્સની મિનિમમ સેલેરીમાં વધારો કરવાની માંગ કરી છે. તેમની માંગ છે કે મિનિમમ સેલેરી 30 રૂપિયા થવી જોઈએ. તેની સાથે જ ઓછામાં ઓછું કમિશન પણ 250 રૂપિયા હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *