મોદી સરકારની આ યોજના અંતર્ગત હવેથી ખેડૂતોને 6,000 ને બદલે મળશે 36,000 રૂપિયા- જાણો જલ્દી…

જો તમે પણ ખેડૂત (Farmer) હો તો તમને પણ હવેથી મોદી સરકાર (Modi government) આપને આ ખાસ યોજનામાં હવેથી 6,000 રૂપિયાની જગ્યાએ 36,000 રૂપિયાનો લાભ…

જો તમે પણ ખેડૂત (Farmer) હો તો તમને પણ હવેથી મોદી સરકાર (Modi government) આપને આ ખાસ યોજનામાં હવેથી 6,000 રૂપિયાની જગ્યાએ 36,000 રૂપિયાનો લાભ થઈ શકે છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક (Income) વધારવાના હેતુથી કેટલીક યોજનાઓ (Scheme) ની શરૂઆત કરવામાં આવી છે.

અહીં આપણે PM કિસાન સમ્માન નિધિની વાત કરી રહ્યા છીએ. આ યોજના સરકારની એક એવી યોજના છે કે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરી દેવામાં આવે છે. તમામ ખેડૂતના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર દ્વારા આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

હવેથી આ યોજનાનો લાભ લઈ રહેલ ખેડૂતોને 36,000 રૂપિયાનો લાભ મળી શકે છે એટલે કે, તમને 3 મહિનામાં 2,000 રૂપિયા મળશે. આનો સાથોસાથ જ આ યોજનાની મદદથી તમને દર મહિને 3,000 રૂપિયા મળી શકે છે. પતિ-પત્ની એમ બંને આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

જો કોઈ એવું કરે તો તેમને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે. આની ઉપરાંત એવી કેટલીક જોગવાઈઓ છે કે, જે ખેડૂતને અયોગ્ય ગણાવી શકે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ ભરે તો આ યોજનાનો લાભ મળશે નહીં એટલે કે, પતિ અથવા તો પત્નીમાંથી કોઈપણ ગત વર્ષ ઇનકમ ટેક્સ ભરે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

આ યોજનાના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આની સાથે જ આ યોજનાને આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળી રહે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી.

આટલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે:
આ યોજનાનો લાભ 18-40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.

આ યોજનાને આઘારે ખેડૂતની પાસે 2 હેક્ટરથી વધી ખેતીલાયક યોગ્ય જમીન હોવી જરૂરી છે. આની સાથે જ યોજનાના આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ તેમજ વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહેશે કે, જે ખેડૂતની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે.

18 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહેશે. જયારે 30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવાનાં રહેશે. 40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહેશે. આ યોજનાનો ફાયદો લઈ રહ્યા હો તો તમે તે રૂપિયાને PM કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *