આ રાજ્યોના મુખ્યમંત્રી PM કિસાન યોજનાનો લાભ ખેડૂતોને ન મળે તે માટે કરી રહ્યા છે આડોડાઈ

કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ખેડૂતો મોટી સખ્યાંમાં ઉઠાવી રહ્યા છે. પરંતું હજુ સુધી દિલ્હી, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્રીપના એક પણ ખેડૂતોને…

કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ખેડૂતો મોટી સખ્યાંમાં ઉઠાવી રહ્યા છે. પરંતું હજુ સુધી દિલ્હી, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્રીપના એક પણ ખેડૂતોને તેનો ફાયદો મળ્યો જ નથી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારો જાણીજોઈને કિસાન સન્માન નિધિ માટે યાદી મોકલી રહી નથી. જેને કારણે રાજ્યના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળી શકતા નથી.

A controversy has also broken out over the non-BJP ruled states and Union territories, such as West Bengal, Delhi, Madhya Pradesh, Rajasthan and Sikkim, over delaying the rollout of the scheme.

તેને જવાબ તેમની જનતા આપશે. કેટલીક રાજ્ય સરકારો આ સ્કીમમાં સહીયો નહીં કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર પૈસા મોકલી રહ્યું છે તો રાજયોએ ખેડૂતોના હિતો પર તરાપ ના મારવી જોઈએ. ખેતી-ખેતમજૂરી માટે ખેડૂતોને 6000 રૂપિયા મળી જાય તો દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારને તેમાં વાંધો શો છે?

હાલ આ 4 રાજ્યોને છોડી દઈએ તો અત્યાર સુધી દેશના 3.43 કરોડ ખેડૂતો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્ર નું કામ પૈસા મોકલવાનું છે, ખેડૂતોની યાદી PM-કિસાન પોર્ટલ પર અપલોડ કરવી એ રાજ્ય નું કામ છે. જે રાજ્ય યાદી નથી મોકલી રહ્યા, તેમને પૈસા મોકલવામાં નથી આવી રહ્યા. દિલ્હી અને પશ્ચિમ બંગાળના ખેડૂતો તેનાથી વંચિત છે, તો તેનું કારણ આ રાજ્યની સરકાર જ છે. આ અંગે BJP પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોના પોતાના કારણો હોઈ શકે છે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ બંગાળની સરકાર તો પોતાની જીદને કારણે ખેડૂતો અને આ કલ્યાણકારી યોજનાનો લાભ લેવાથી વંચિત કરી રહી છે.

કોંગ્રેસ શાસિત પ્રદેશોની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં આ યોજનાનો સૌથી ઓછો લાભ માત્ર 12673 ખેડૂતોને જ મળી રહ્યો છે. ત્યાં કમલનાથ ની સરકાર છે. જ્યારે રાજસ્થાનમાં 121314 ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. છત્તીસગઢમાં 113574 ખેડૂતોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. જ્યારે કર્ણાટકમાં 320906 ખેડૂતો લાભાન્વિત છે. પંજાબ કોંગ્રેસ શાસિત હોવા છતાં ત્યાંના 1184871 ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *