PM કિસાનના 2000 રૂપિયા હજુ સુધી ખાતામાં નથી આવ્યા? તો આ ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ- તરત જ મળશે લાભ

પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો બહાર પડ્યો છે. હવે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી…

પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો બહાર પડ્યો છે. હવે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ 2000 રૂપિયા મોકલવામાં આવ્યા છે. પણ હા જો આ યોજનાના પૈસા અત્યાર સુધી તમારા ખાતામાં આવ્યા નથી, તો તમે તરત જ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો. ચાલો અમે તમને આ અંગેની સપૂર્ણ પ્રક્રિયા જણાવી દઈએ.

ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી?
જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે પહેલા તમારા વિસ્તારના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા પછી પણ આ પૈસા ખાતામાં ન આવે તો તમે તેને લગતી હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN હેલ્પ ડેસ્ક) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું છે. આ સિવાય, તમે ઇ-મેઇલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો હજુ પણ કામ ન થાય તો 011-23381092 (ડાયરેક્ટ હેલ્પલાઇન) નંબર પર કોલ કરો.

કૃષિ મંત્રાલયને કરો ફરિયાદ:
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા કોઈ ખેડૂતના બેંક ખાતામાં ન પહોંચતા હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. જો પૈસા ખેડૂતના ખાતામાં પહોંચ્યા નથી અથવા જો કોઈ તકનીકી સમસ્યા હોય તો તે કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક શક્ય પ્રયત્નોમાં છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે.

તમે અહીં સંપર્ક પણ કરી શકો છો:
તમે આ યોજનાની સ્થિતિ જાતે પણ ચકાસી શકો છો અને અરજી કરી શકો છો. તમે યોજનાના ખેડૂત કલ્યાણ વિભાગમાં સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે ઈ-મેલ આઈડી (pmkisan-hqrs@gov.in) છે.

મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા:
PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
PM કિસાન હેલ્પલાઇન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
PMકિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
PM કિસાન હેલ્પલાઇન: 0120-6025109

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *