પીએમ મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો – જાણો કેમ છે આ ખાસ

Published on Trishul News at 5:34 PM, Mon, 12 October 2020

Last modified on October 12th, 2020 at 5:34 PM

રાજમાતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણી એ આજે (12 ઓક્ટોબરના રોજ) તેમની જન્મજયંતિ નિમિત્તે સમાપન થશે. આ મુખ્ય કાર્યકર્મ નવી દિલ્હીમાં યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિજયરાજે સિંધિયાની યાદમાં 100 રૂપિયાનો સિક્કો રજૂ કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઘણા કાર્યક્રમો યોજવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “12 ઓંક્ટોબર ના રોજ રાજમાતા વિજયરાજે સિંધિયાની જન્મજયંતિ છે. આ વિશેષ પ્રસંગે 100 રૂપિયાનો એક સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવશે. તે તેમના જન્મ શતાબ્દી ઉજવણીનો જ એક ભાગ છે અને તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક સુંદર તક પણ છે.”

યશોધરા રાજે આભાર વ્યક્ત કર્યો:
વિજયરાજે સિંધિયાની પુત્રી અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી યશોધરા રાજે સિંધિયાએ ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. તેમણે લખ્યું હતું કે,”આદર્શ ભારતીય રાષ્ટ્રવાદના હિમાયતી, જનસંઘ ભારતીય રાષ્ટ્રવાદના સમર્થક, કૈલાશ્વસિની શ્રીમતી વિજયરાજીસિંઘિયાની યાદમાં સ્મારક સિક્કાવિમોચન માટે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ ખુબ હાર્દિક આભાર. અમ્મા મહારાજના આશીર્વાદ તેમને પ્રેરણારૂપ જીવન નિર્વાહ કરે! ” યશોધરા રાજે એ પોતાની ટ્વિટમાં તેની બહેન વસુંધરા રાજેને પણ ટેગ કર્યા હતાં.

કેવો હશે સિક્કો:
100 રૂપિયાના વિશેષ સિક્કા પર, એક બાજુ રાજમાતા વિજયરાજે સિંધિયાનો ફોટો છે, અને બીજી બાજુ સિક્કાની ટોચ પર હિન્દીમાં ‘શ્રીમતી વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી’  અને નીચે ભાગમાં અંગ્રેજીમાં પણ લખાયેલું છે. આ સાથે, તેમના જન્મનું વર્ષ 1919 અને જન્મ શતાબ્દી વર્ષ 2019 પણ લખાયેલું છે. સિક્કાની બીજી બાજુ, ‘ભારત’ એમ હિન્દી અને અંગ્રેજીમાં પણ લખાયેલું છે અને અશોક સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે. આ સિવાય ‘100 રૂપિયા’ એમ નીચે લખેયેલું છે.

કોણ છે આ વિજયરાજે સિંધિયા:
રાજમાતા વિજયરાજે સિંધિયા એ જનસંઘ (ભારતીય જનસંઘ)ના નેતા અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા. રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતા વિજયરાજે સિંધિયા ભાજપના મોટા ચહેરાઓમાંના જ એક હતા અને તેઓં હિન્દુત્વના મુદ્દા પર ખૂબ અવાજ ઉઠાવતા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી યશોધરા રાજે સિંધિયા એ વિજયા રાજે સિંધિયાની પુત્રી છે અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા એ તેમના પૌત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "પીએમ મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો – જાણો કેમ છે આ ખાસ"

Leave a comment

Your email address will not be published.


*