પીએમ મોદીની દીવા સળગાવાની અપીલ પર બીજેપી મહિલા મોરચાની નેતાએ પિસ્ટલથી કર્યું ફાયરીંગ, જુઓ વિડિયો

કોરોનાવાયરસ વિરુદ્ધ પીએમ મોદીએ આહવાન કર્યું કે આખા દેશમાં પાંચ એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે અને ૯ મિનિટ સુધી દીવા, મીણબત્તી અને ટોર્ચ સળગાવી એકતા નો સંદેશ આપ્યો.આ વચ્ચે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની બીજેપી મહિલા મોરચા રેલી જિલ્લા અધ્યક્ષ મંજુ એ હવામાં ફાયરિંગ કર્યું. તેમનું કહેવું છે કે તેમણે ઉત્સાહિત થઈ ફાયરિંગ કરી દીધું હતું. તેમણે વિડીયો પણ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.જેને તમામ લોકોએ શેર કર્યો હતો અને તે વીડિયો વાયરલ થઈ ગયો. જોકે તેના પર હવાતિયા મારતા તેઓ હવે આ હરકત ની માફી માગી રહ્યા છે.

બીજેપી મહિલા મોરચાની જિલ્લા અધ્યક્ષ મંજુ તિવારીએ પોતાની સફાઇમાં લોકો પાસે માફી માગી છે. તેણે કહ્યું કે જ્યારે હું ઘરથી બહાર નીકળે તો મને બિલકુલ દિવાળી જેવો માહોલ લાગ્યો. તેનાથી ઉત્સાહિત થઈને મેં ફાયરિંગ કરી દીધું. એના માટે હું ખૂબ જ દિલગીરી અનુભવું છું અને જ્યાં સુધી જીવતી રહે ત્યાં સુધી આવી ભૂલ નહીં કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: