કોરોનાની કફોડી બનતી જતી પરીસ્તિથીને ધ્યાનમાં લઈ આવતીકાલે PM નરેન્દ્ર મોદી કરવાં માટે જઈ રહ્યા છે આ કામ

Published on Trishul News at 6:33 PM, Mon, 23 November 2020

Last modified on November 23rd, 2020 at 6:33 PM

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા કુલ 91 લાખને પહોંચી ગઈ છે. આ દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં રોજ નોંધાતા કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

આની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે દેશના કુલ 4 રાજ્યોની ઝાટકણી કાઢતા કોરોનાની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યો છે ત્યારે હવે PM નરેન્દ્ર મોદી પણ એલર્ટ થયાં છે. આવતીકાલે રાજ્યના CM સાથે બેઠક યોજવા માટે જઈ રહ્યા છે.

આવતીકાલે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક :
અહીં ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે, મંગળવારનાં રોજ દેશમાં કોરોનાની પરિસ્થિતિને લઈ બધા રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક ડિજિટલ માધ્યમથી કુલ 2 તબક્કામાં યોજવામાં આવશે.

કુલ 2 તબક્કામાં યોજાશે બેઠક :
પ્રથમ તબક્કામાં સવારનાં 10 વાગ્યે કુલ 8 રાજ્યોના CM સમાવેશ કરવામાં આવશે કે, જ્યાં કોરોનાના સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. ત્યારપછી અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બપોરે 12 વાગ્યાથી વડા પ્રધાન બેઠક યોજવાના છે.

સુપ્રીમ કોર્ટે કુલ 3 રાજ્યોની ઝાટકણી કાઢી :
સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી તથા આસામ મળીને કુલ 4 રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, આ રાજ્યોમાં સંક્રમણની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે આ રાજ્યો કુલ 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. દિલ્હીની સાથે જ મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં પરિસ્થિતિ ખુબ ખરાબ છે.

છેલ્લાં 5 દિવસમાં ગુજરાતમાં દરરોજના કુલ 1,400 કેસ :
અહીં મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોનાની કફોડી બની રહેલ પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં કુલ 2 દિવસનું કર્ફ્યુ લગાવ્યા પછી 4 મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના આંકડાની વાત કરવામાં આવે તો છેલ્લાં 5 દિવસમાં દરરોજના કુલ 1,400 કેસ સામેં આવી રહ્યાં છે.

દેશમાં જાન્યુઆરી માસના અંત સુધીમાં આવી શકે છે રસી :
દેશમાં કોરોનાની રસીનો પ્રથમ જથ્થો જાન્યુઆરી માસના અંત સુધીમાં સુધીમાં આવી શકે છે. આ રસીને પહેલા ફ્રન્ટલાઈન વર્કસ જેમ કે ડૉક્ટર, નગરપાલિકાના કાર્યકર્તાઓને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "કોરોનાની કફોડી બનતી જતી પરીસ્તિથીને ધ્યાનમાં લઈ આવતીકાલે PM નરેન્દ્ર મોદી કરવાં માટે જઈ રહ્યા છે આ કામ"

Leave a comment

Your email address will not be published.


*