PM મોદી મોરબીમાં… સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે વાતચીત કરી મૃતકોના પરિવારજનોને કહ્યું…

Published on Trishul News at 6:00 PM, Tue, 1 November 2022

Last modified on November 1st, 2022 at 6:55 PM

પ્રધાનમંત્રી મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઇ ઘાયેલો સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા, આ સાથે જ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ જુલતા પુલનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ કેટલાય ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ઘટનાના 46 કલાક વીતી ગયા છતાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા હતા. જેને લઇ મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણી બની હતી. પ્રધાનમંત્રી મોદીને આવવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોનો પ્રવેશ બંધ કરાયો હતો અને આસપાસના રોડ રસ્તાની પણ અવરજવર બંધ થઈ હતી.3

પ્રધાનમંત્રી મોદી સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ મોરબી એસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી. આ સાથે જ મોરબી અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ હર્ષ સંઘવી પાસેથી જુલતા પુલની માહિતી માંગે નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "PM મોદી મોરબીમાં… સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે વાતચીત કરી મૃતકોના પરિવારજનોને કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*