PM મોદીએ એક સમયે જ્યાં ચા વેચી હતી હવે તે રેલ્વે સ્ટેશનનું કરશે ઉદ્ધાટન- ગુજરાતની જનતાને આપશે આ 4 મોટી ભેટ

Published on: 11:49 am, Fri, 16 July 21

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિકાસ કામોની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાટનગર ગાંધીનગરના અધતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધા ધરાવતી આધુનિક ફાઇસટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે સાત જેટલા વિવિધ વિકાસકામોના નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી સાંજે 4 વાગ્યે ગુજરાતમાં અનેક રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટીમાં કેટલાક ફ્યૂચરિસ્ટિક પ્રોજેક્ટ મારફતે બાળકોમાં વિજ્ઞાન અને એના સંશોધનમાં રૂચી કેળવાય તેના પર હંમેશા ભાર મૂક્યો છે. આ અંગે કેન્દ્રના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિશેષ સહાય મંજૂર કરવામાં આવી હતી. હાલમાં સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી, એકવટિક અને નેચર પાર્ક સહિતના વિશેષ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે.

એકવાટીક ગેલેરીમાં 1300 પ્રકારના જળચર પ્રાણીઓ છે અને દેશની પહેલી આવી ગેલેરી છે જે 16 જુલાઇના રોજ એટલે કે આજે વડાપ્રધાન ના હાથે ખુલ્લી મુકવામાં આવશે. સાયન્સ સિટીમાં એક રોબોટિક ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે અને માનવ જીવનમાં રોબોટ ની પ્રક્રિયા ક્યાં ક્યાં ઉપયોગી થઇ શકે તે અંગેનું પણ નીદર્શન કરવામા આવ્યું છે. આ સાથે એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશનના વિકાસની સાથે હોટલના નિર્માણ માટેનો પ્રકલ્પ મંજૂર કર્યો હતો. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના વિશાળ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજવામાં આવતી હોય છે પરંતુ અહી હોટેલ્સ ના અભાવે અમદાવાદ સુધી મહાનુભાવોને લાંબા થવું પડતું હોય છે. આ સ્થિતિને હળવી કરવા માટે અહીં રેલવે સ્ટેશનના વિકાસ સાથે એની ઉપર સાતમાંથી ચાર પ્રેસિડન્ટ હોટલનું રૂપિયા 330 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેમનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે ભારત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરમાં એક સમયે ચા વહેચતા હતા તે રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. વડનગર રેલ્વે સ્ટેશન હવે કાયાકલ્પ કરવામાં આવ્યું છે સાથે તેમાં અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. પીએમ મોદીના ઉદ્ઘાટન પછી સામાન્ય મુસાફરો માટે તેની સુવિધા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, ઉદઘાટનની સાથે વડનગર બ્રોડગેજ સેન્ટ્રલ રેલ્વે દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડાશે.

વડનગર સ્ટેશનની ઇમારતને વધુ આકર્ષક બનાવવા માટે અહીં પથ્થરની કોતરણી કરવામાં આવી છે. આખા સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. સ્ટેશનમાં બે પેસેન્જર પ્લેટફોર્મ અને એક ફુટ ઓવર બ્રિજ હશે. આ સાથે મુસાફરો માટે કાફેરિયા અને વેઇટિંગ રૂમ પણ બનાવવામાં આવશે. તે વડનગર-મોઢેરા-પાટણ સર્કિટ હેઠળ બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.