મોદી સરકારની આ નવી યોજનાથી એક સાથે હજારો લોકોને થશે ફાયદો

કોરોના સંકટના કારણે દેશમાં લાખો શ્રમિકોએ શહેરોથી પલાયન કરીને પોતાના વતન જવું પડ્યું છે. જે બાદ આ શ્રમિકો જે રાજ્યમાં પહોંચ્યા છે ત્યાં રોજગારનું સંકટ…

કોરોના સંકટના કારણે દેશમાં લાખો શ્રમિકોએ શહેરોથી પલાયન કરીને પોતાના વતન જવું પડ્યું છે. જે બાદ આ શ્રમિકો જે રાજ્યમાં પહોંચ્યા છે ત્યાં રોજગારનું સંકટ ઉભું થયું છે. એવામાં ભારત સરકાર આ શ્રમિકો માટે મોટી યોજના શરુ કરવા જઈ રહી છે. હવે શ્રમિક વર્ગે શહેરો પર જ નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.

નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, સ્થળાંતર થયેલા કામદારોને રોજગારની તકો પૂરી પાડવા રૂપિયા 50 હજાર કરોડની સાર્વજનિક કામોની યોજના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આ યોજનામાં દેશના 6 રાજ્યોમાં 116થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જુનના રોજ કરશે. આ યોજનાને ગરીબ કલ્યાણ રોજગાર નામ આપવામાં આવ્યું છે. આ યોજના અતર્ગત પહેલા ચરણમાં જ પચીસ હજાર લોકોને રોજગાર મળી જશે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજનાનો પ્રારંભ સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે.

આ યોજનાનાં ડીજીટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે. આ યોજનાથી બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ ને ઓરિસ્સાના કુલ 116 જિલ્લાના 25 હજારથી વધારે પ્રવાસી શ્રમિકોને યોજનામાં જોડવામાં આવશે. 50000 કરોડ રૂપિયાની આ યોજનામાં કામગારોને 25 અલગ અલગ પ્રકારના કામ આપવામાં આવશે.

આ યોજનામાં કોમ્યુનીટી સેનિટેશન કોમ્પ્લેક્સ, ગ્રામ પંચાયત ભવન, ફાઇનાન્સ કમીશન ફંડ હેઠળના કામો, નેશનલ હાઈવે, રૂરલ હાઉસિંગ, રેલ્વે, ભારત નેટ હેઠળ ફાઈબર ઓપ્ટીકલ કેબલના કામો, જળ જીવન મિશનના કામો, રૂરલ કનેક્ટિવિટી અને બોર્ડર રોડ વર્કસ, ખેત તલાવડી, સોલીડ અને લીક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના કામો કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *