આનંદનાં સમાચાર: ગમે ત્યારે ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોદી સરકારે તાબડતોબ હાથમાં લીધું આ કામ

સમગ્ર દેશ (Country) માં પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ના ભાવ ખુબ ઊંચાઈએ રહેલા છે. આ દરમિયાન બુધવારે સમગ્ર વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ (Oil and gas…

સમગ્ર દેશ (Country) માં પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ના ભાવ ખુબ ઊંચાઈએ રહેલા છે. આ દરમિયાન બુધવારે સમગ્ર વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ (Oil and gas companies) ના CEO સાથે PM નરેન્દ્ર મોદીની બેઠક શરૂ થઈ ચુકી છે. આ બેઠકમાં ઇંધણના ભાવમાં ઘટાડો લાવવા માટે નક્કર ઉકેલ શોધાય તેવી સંભાવના રહેલી છે.

પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક CEO સાથેની બેઠકની માહિતી આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથેની રાઉન્ડટેબલ બેઠકમાં ઓઇલ તથા એનર્જી કંપનીના CEOને બોલવા માટે 3 મિનિટનો સમય અપાશે. બાદમાં પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો રજુ કરશે.

આ કંપનીઓ CEO  સાથે જોડાયા:
પ્રધાનમંત્રી સાથેની મીટીંગમાં રશિયાના રોઝેનેફ્ટના ચેરમેન તેમજ CEO ડો.ઇગોર સેચિન, સાઉદી અરામકો, સાઉદી અરેબિયાના પ્રમુખ તેમજ CEO અમીન નાસિર, બ્રિટિશ પેટ્રોલિયમ, યુકેના CEO ઓલિવર લી પેચ, સ્લેમ્બરઝર લિમિટેડ, યુએસએના CEO ઓલિવર લી પેચ, યુઓપીના પ્રમુખ તથા CEO બ્રાયન ગ્લોવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલ હાજર રહ્યા હતા.

મોંઘા પેટ્રોલ-ડીઝલ પર મળી રહેશે ઉપાય?
આ બેઠક વિશે જાણકારી આપતાં કપૂરે જણાવ્યું હતું કે, આ વાટાઘાટોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા વિશે સંવાદ થશે. કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા જઈ રહ્યા છે તેમજ હવે એક મર્યાદાથી આગળ વધી ગયા છે. તેમણે કહ્યું હતું કે, તેલ ઉત્પાદક દેશોએ આ વિષય પર પ્રતિક્રિયા આપવી જોઈએ.

અમે તેલના ભાવમાં અચાનક ઘટાડો થવાનું સમર્થન કરતા નથી પણ ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓએ સમજવાની જરૂર રહેલી છે કે, આટલા ઊંચા ઇંધણના ભાવ પણ યોગ્ય નથી. સેક્રેટરી તરુણ કપૂરે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી કે, બેઠકમાં તેલના ભાવને મર્યાદિત કરવા સિસ્ટમ બનાવાઈ છે.

સરકાર બીજા કોઈપણ ભાવ સૂચકઆંકને આધારે તેલ ખરીદી શકાય છે કે, નહીં તે જોવાની જરૂર પર પણ ધ્યાન અપાયું છે. જો કિંમતોમાં વધારે પડતી વધ-ઘટ થાય તો ભારતના બીજા સ્ત્રોતોમાંથી તેલની આયાત થઈ શકે? કિંમતોમાં આ અસ્થિરતા ખુબ લાંબો સમય સુધી ટકવાની નથી તેમજ તે સામાન્ય થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *