મોટા સમાચાર: PM મોદી આ તારીખે આવશે ગુજરાતના પ્રવાસે- જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી(PM Modi) ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવું લાગી રહ્યું છે. આ દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને નર્મદા(Narmada)…

ગુજરાત(Gujarat): રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી(PM Modi) ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવું લાગી રહ્યું છે. આ દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને નર્મદા(Narmada) ખાતે સરદાર પટેલ(Sardar Patel)ની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે.

સાથે મહત્વનું છે કે, 31 ઓક્ટોબરે સરદાર જયંતિ આવી રહી છે અને તેમના માનમાં રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પો અને યોજનાઓનું ખાતમૂૂહૂર્ત કરે તેવું શક્યતાઓ સેવાઈ રહી છે.

30 ઓક્ટોબરના રોજ આવશે કેવડિયા:
જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર જયંતિની આગલી સાંજે જ ગુજરાત આવી જશે અને 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સાંજે જ નર્મદા આરતી ઘાટનું પણ લોકાર્પણ કરશે. તેમજ વહેલી સવારે સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને વિવિધ પ્રકલ્પો અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો કરશે.

નર્મદા આરતી ઘાટનું કરશે લોકાર્પણ:
આ દિવસે વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધિત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તારીખ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજવામાં આવશે. જેને વડાપ્રધાન મોદી સલામી આપશે, અત્રે મહત્વનું છે કે. વડાપ્રધાન મોદી નર્મદાના કેવડિયા ખાતે આવી રહ્યા છે. ત્યારે 29 થી 31 તારીખ સુધી કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *