પાંચ-પાંચ પત્નીઓ હોવા છતાં કરવા જઈ રહ્યો હતો છઠ્ઠા લગ્ન -જાણો કેવી રીતે ખુલી આ માસ્ટર માઈન્ડ ઢોંગી બાબાની પોલ

Published on: 9:03 pm, Wed, 23 June 21

અવારનવાર ઢોંગી બાબાનો પર્દાફાશ થતો આવ્યો છે અને હાલ પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં એક ઢોંગી બાબાએ હવસ ઉતારવા તમામ હદો પાર કરી દીધી હતી. પોલીસે બાબા અનુજકુમાર કટેરિયા ઉર્ફે ચેતન બાબાની ધરપકડ કરી છે. આ બાબાએ કેટલીય મહિલાને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હતી. આટલું જ નહિ પરંતુ આ ઢોંગી બાબની પાંચ પાંચ પત્ની છે અને પોતે છઠ્ઠા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સમય જતા આ ઢોંગી બાબાનો પર્દાફાશ થયો છે અને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ઢોંગી બાબાએ લગભગ ચાર વર્ષ પહેલા તેના નાના ભાઈની પત્ની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે તેને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી આવ્યા પછી બાબાએ પોતાની જ ત્રીજી પત્નીને નાના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. ત્યારબાદ આરોપી અનુજકુમાર કટેરિયાના નાના ભાઈએ તેની ત્રીજી પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો.

police arrested fake baba five wives molestation sexual harassment kanpur uttar pradesh trishulnews 1 » Trishul News Gujarati Breaking News

આ ઘટના બાદ બાબાની પહેલી, ત્રીજી અને પાંચમી પત્ની અને તેના નાના ભાઈની પત્નીએ કિડવાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહિ, છઠ્ઠા લગ્ન માટે બાબા સામે પાંચમી પત્નીએ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

અનુજ કથીરિયા ઉર્ફે ચેતન બાબાને 17 ભાષાઓ જાણે છે, જેના કારણે તે એક સમયે એક તાંત્રિક, મૌલવી, શિક્ષક, વેઈટર અને સાથે સાથે એક મોટો બિજનેસમેન પણ બનતો હતો. ત્રીજી પત્નીનો આરોપ હતો કે, આ ઢોંગી બાબાએ સત્સંગ સભા કરીને મારા પરિવારને પોતાના ઝાંસામાં લીધો હતો અને પોતાને કુવારો કહીને મારા પરિવારને મારી સાથે લગ્નની વાત કરીને રાજી કર્યા હતા.

police arrested fake baba five wives molestation sexual harassment kanpur uttar pradesh trishulnews 2 » Trishul News Gujarati Breaking News

અનુજ કથીરિયા ઉર્ફે ચેતન બાબા મૂળ શાહજહાંપુરનો છે. આ ઢોંગી બાબા પહેલેથી જ 5 લગ્નો કરી ચુક્યો છે અને છઠ્ઠા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. પાંચમાં લગ્ન તેણે શ્યામ નગર પોલીસ સ્ટેશન ચાકેરીની એક મહિલા સાથે કર્યા હતા. લગ્નના થોડા સમય પછી જ ઢોંગી બાબાએ તેની પાંચમી પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ મહિલાએ 11 મેના રોજ ચાકેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે તેણે મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ઘણી પ્રોફાઇલ બનાવી છે. જેની મદદથી કથિત બાબાઓ નામ, ધર્મ અને જાતિ બદલીને છોકરીઓ સાથે લગ્ન કરતા હતા. આ પછી શારીરિક શોષણ અને પૈસાની છેતરપિંડી કરી હતી.

police arrested fake baba five wives molestation sexual harassment kanpur uttar pradesh trishulnews 3 » Trishul News Gujarati Breaking News

આ મામલે DCPનું કહેવું છે કે, અનુજ કથીરિયાની ધરપકડ તેની પત્નીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. પત્નીએ આ ઢોંગી બાબા વિરુદ્ધ ફરિયાદ લખી હતી, તેણે પાંચ લગ્નો કર્યા છે, તે શાહજહાંપુર જેલમાં પણ ગયો છે અને છોકરીઓને શિક્ષક, મૌલવી, તાંત્રિક, વેઈટર અને મોટો બિજનેસમેન બનીને ફસાવતો હતો. તે હજુ પણ 30 છોકરીઓ સાથે લગ્નની સાઇટ્સ પર ચેટ કરતો હતો અને હાલ આ ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પાંચમી પત્નીએ આક્ષેપ કાર્ય હતા કે, બાબાના આ ષડયંત્રમાં તેમનો આખો પરિવાર સામેલ છે. પોલીસ હવે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.