ગુજરાતમાં વધુ એક કૌભાંડ ઝડપાયું:આ શહેરમાં ચાલતું હતું નકલી ડીગ્રી આપવાનું કામ

દેશમાં ખુબ મોટા પ્રમાણમાં નકલી ડિગ્રીનું કૌભાંડ ચાલી રહ્યું છે. લોકો મોટા પ્રમાણમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવડાવતાં હોય છે. માર્કશીટ વેચનાર પણ તેના બદલામાં…

દેશમાં ખુબ મોટા પ્રમાણમાં નકલી ડિગ્રીનું કૌભાંડ ચાલી રહ્યું છે. લોકો મોટા પ્રમાણમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવડાવતાં હોય છે. માર્કશીટ વેચનાર પણ તેના બદલામાં ઉંચી કિંમત મેળવતો હોય છે. એવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ન્યુ સમા રોડ ખાતેથી આરોપી મુકેશ પરમારના ઘરે દરોડા પાડીને નકલી માર્કશીટ જપ્ત કરી છે. આરોપી 50 હજારની કિંમતે નકલી માર્કશીટનું કૌભાંડ ચલાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી નકલી માર્કશીટ કબ્જે કરી છે.

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ન્યુ સમા રોડ અભિલાષા સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ બોગસ માર્કશીટો તેમજ સર્ટીઓ કમ્પ્યુટરમાં ફોટો શોપ તેમજ કોરોલ ડ્રો સોફ્ટવેરની મદદથી એમ.એસ. યુનિવર્સિટી અને વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટો બનાવે છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી બોગસ માર્કશીટ બનાવનાર મુકેશ હિરાલાલ પરમારની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી મુકેશ પરમારના ઘરેથી પારૂલ યુનિવર્સિટીની બનાવટી 6 નંગ માર્કશીટ, 1 ડિગ્રી સર્ટીફીકેટ તેમજ એમ.એસ. યુનિવર્સિટીની કોરી માર્કશીટ 1, વિદ્યાકુંજ સ્કૂલ, વડોદરાના સ્ટેમ્પ નંગ-2 ઉપરાંત કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્ટેમ્પ, મોબાઇલ ફોન, માર્કશીટ સાઇઝના કોરા કાગળો મળી કુલ્લે રૂપિયા 28,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલે જણાવ્યું હતું કે, બોગસ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલા મુકેશ પરમાર અત્યાર સુધીમાં એમ.એસ. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીની કેટલી માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટ બનાવીને વેચ્યા છે. અને કેટલાં રૂપિયા લઇને વેચ્યા છે. તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આ મુકેશ પરમારને વર્ષ-2018માં પણ બોગસ માર્કશીટ કૌભાંડમાં માંજલપુર પોલીસે ઝડપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *