ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભાણેજને થયો મામી સાથે આંધળો પ્રેમ- મામીને પામવા માટે ભણીયાએ તમામ હદ પાર કરી અને…

ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં શર્મનાક ઘટના સામે આવી છે. થરાદના હાથાવાડા ગામમાં સગા ભાઇએ જ મામી અને મામીના દીકરા સાથે મળીને સંબંધમાં આડખીલીરૂપ બનતાં ભાઈની હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યારાઓએ યુવકની લાશ સળગાવી હાડકાં વામી નજીક કેનાલની બાજુમાં ફેંકી દીધા હતા.

મામી સાથે મોટા ભાઇને બેડ ઉપર સૌથી નાનાભાઇ જોઈ ગયો હતો. સૌથી નાનાભાઇએ મામી સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ એફએસએલ અને ડૉ.પેનલ દ્વારા હાડકાં લઈને એફએસએલમાં મોકલ્યા હતા. માથાની ખોપરી અને ગળાનો ભાગ ન મળતાં પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી. જે બાદ જડબાનો અને ગળાનો ભાગ બાજુનાં ખેતરમાંથી મળી આવતાં તેને ટેસ્ટ માટે મોકલાયા હતા.

મળતી માહિતી અનુસાર, ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં જાણદી ગામના સવદાસ કાનજી પટેલને હાથાવાડા ગામની તેની મામી ધુડી સાથે આડા સંબંધ હતા. જેમાં સવદાસનો મોટોભાઇ શિવદાસ આડખીલીરૂપ બનતો હતો. જેને લઇ મામી અને સવદાસે શિવદાસનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડયો હતો. જે મુજબ ગત 19મી જૂને શિવદાસ તેની હાથાવાડા મામીના ઘરે આવતાં મામીએ સવદાસને ફોન કરી બોલાવી લીધો હતો. અને ઘરની બહાર સુઇ રહેલાં શિવદાસના કપાળમાં કુહાડીનાં પાંચ જેટલાં ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ શિવદાસની લાશને મામી અને મામીના દીકરા દિલીપ સાથે મળી કોથળામાં ભરી ખેતરમાં પડેલાં જીરાની ડાંખળીમાં નાંખી સળગાવી દીધી હતી. જે બાદ વધેલાં હાડકાંને ગોદડાના ખોળીયામાં ભરી વામી ગામ પાસે નર્મદા કેનાલ નજીક ફેંકી દીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, શિવદાસ 2 દિવસ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આ ઘટનાની જાણ થઈ હતી. અને કડકાઇથી પૂછપરછ કરતાં હચમચાવી નાખે તેવી હત્યાની આ ક્રૂર ઘટના સામે આવી હતી. જે મામલે મૃતકના નાના ભાઈ 21 વર્ષીય અશોક પટેલે મોટાભાઈ સવદાસ કાનજી પટેલ, મામી ધુડીબેન રખાભાઇ પટેલ, અને મામીનો દીકરો દિલીપ રખાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ત્રણેય સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય હત્યારાના કોરોના રિપોર્ટ આવ્યા બાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: