ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોના ના ભય છતાં ભીડ ભેગી કરનાર ગુજરાતના આ બીજેપી યુવા નેતા પર પોલીસ ફરિયાદ

Police complaint against this BJP young leader of Gujarat gathering crowd despite fear of corona

સુરતમાં કોરોના ભયને કારણે 19 માર્ચે થી કલમ 144 લાગુ કરાઈ છે. ચાર થી વધુ લોકોને એક સ્થળે ભેગા થવાની મને ફરવાના સુરત પોલીસ કમિશનર શ્રી ના આદેશ ને ઘોળીને પી જનારા ભાજપના યુવા નેતાને આ આદેશનું ઉલ્લંઘન કરીને સેંકડો લોકોને ભેગા કરી કાર્યક્રમ આયોજિત કરવાની સાથે, અનેક લોકોની જિંદગીઓ પર જોખમ ઉભુ કરવાનું ભારે પડ્યું છે. સુરતની ચોકબજાર પોલીસ દ્વારા વેડરોડ વિસ્તારના ભાજપના યુવા નેતા કીર્તેશ પાટીલ પર આઈપીસીની કલમ 269, 188 તથા ધી એપેડેમીક એક્ટ-1897 ની કલમ 3 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના સંભવતઃ પ્રથમ એપેડેમીક કેસ દાખલ થયો તે કીર્તેશ નામનો યુવા નેતા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સાથે ઘરોબો ધરાવે છે. સોશિયલ મીડિયામાં આ વાયરસને લઈને જાગૃતિ ફેલાવવા ને બદલે કીર્તેશ પાટીલે ભાગવત કથા બેસાડી અને અનેકના જીવને જોખમ ઉભું કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સોનાના ભયને લીધે જાગૃતિ માટેના સંદેશાઓ મોકલી રહ્યું છે. પરંતુ આવા નેતાઓને કારણે જ કદાચ આ રોગચાળો ફેલાતો અટકાવવાની કોશિશ કરી રહેલી સરકારની મહેનત પર પાણી ફરી રહ્યું છે.
આજે જનતા કરફ્યુનો માં સજ્જડ પ્રતિસાદ મળ્યો છે, ત્યારે આવા યુવા નેતાઓને ક્યારે બુદ્ધિ આવશે તેવા સવાલ થઇ રહ્યા છે.

હાલમાં જ અમરેલી જિલ્લામાં રામ કથા માટે જાણીતા કથાકારે પોતાની કથા અધવચ્ચે બંધ કરી દઈને સરકાર ની મહેનતને બિરદાવી હતી. ત્યારે લોકચાહના મેળવવાની લાલચમાં નેતાઓ ઘોર બેદરકારી દાખવતા હોય છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: