પટેલ સંસ્થાઓ સાથે જોડાઈને સ્વચ્છ ચહેરો બતાવનાર મગન કીટલી પર ફરિયાદ

હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર મગનભાઈ નાગજીભાઈ રામાણી તેમજ એમના પરિવારની 3 મહિલાની સહિત કુલ 10 લોકોની વિરુદ્ધ અમદાવાદમાં…

હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર મગનભાઈ નાગજીભાઈ રામાણી તેમજ એમના પરિવારની 3 મહિલાની સહિત કુલ 10 લોકોની વિરુદ્ધ અમદાવાદમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં છેત્તરપિંડીની ફરિયાદ નોંધવામાં આવેલ છે. મગનભાઈ રામાણી પોતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના આદ્ય સ્થાપક હોવાની જાણકારી સામે આવી છે.

નાગજીભાઈનાં ભાગીદાર હેમાંગભાઈ ઉદયભાઈ ભટ્ટે કુલ 48 કરોડ રૂપિયાની છેત્તરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા નાગજીભાઈ તથા પરિવારજનોએ ગેલેક્સી હોમ્સ તથા ગેલેક્સી ઈન્ટરસિટી નામના ફ્લેટ તથા બંગલાની સ્કિમના હિસાબમાં ગોટાળા કરીને આ એક કૌભાંડ આચર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરનાં નરોડા વિસ્તારમાં દેહગામ રોડ પર આવેલ નંદન બાગમાં રહેતા હેમાંગભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કુલ 10 લોકોની વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. જેમાં મગનભાઈ મગનભાઈ નાગજીભાઈ રામાણી, ભરતભાઈ નાગજીભાઈ રામાણી, હરેશભાઈ નાગજીભાઈ રામાણી, નિલેશભાઈ મગનભાઇ રામાણી, ધર્મેશભાઈ મગનભાઈ રામાણી, દિવ્યાબહેન ધર્મેશભાઇ રામાણી, પ્રફુલભાઈ જયંતિભાઇ રામાણી, અનસુયાબહેન હરેશભાઈ રામાણી, નૈનાબહેન પ્રફુલભાઈ રામાણી તેમજ હિનેદસભાઈ.બી. બરવાલીયાનો પણ સમાવેશ થાય છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે હેમાંગભાઈ તેમજ મગનભાઈનાં પરિવારજનો ભાગીદારીમાં ઉદય ડેવલપર્સ નામની એક પેઢી ચલાવી રહ્યાં હતા. જેમાં નિકોલ રોડ પર આવેલ ગેલેક્સી હોમ્સ તેમજ ગેલેકસી ઈન્ટરસિટી નામના ફ્લેટ તથા બંગલા અંગે એક સ્કિમ પણ મૂકવામાં આવી હતી. જેમાં આ લોકોએ હિસાબમાં ગોટાળા કરીને કુલ 48 કરોડ રૂપિયાની છેત્તરપિંડી કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

નિકોલ પોલીસના PI વી.ડી.ઝાલાએ જણાવતાં કહ્યું હતું કે, હેમાંગ ભટ્ટ તેમજ મગનભાઈની ભાગીદારી પેઢીની વચ્ચે હિસાબ અંગે ઘણાં સમયથી તકરાર ચાલી રહી હતી. આ કેસમાં હેમાંગભાઈએ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. અમે કોર્ટનાં નિર્ણય પ્રમાણે જ પોલીસ ફરિયાદ પણ નોંધી છે.

જ્યારે ઉદય ડેલવપર્સના દીપકભાઈએ જણાવતાં કહ્યું હતું કે, તેમણે ઉદય ભટ્ટની સાથે ઘણાં વર્ષો સુધી કામ પણ કર્યું છે. અમારે પણ તેમની સાથે હિસાબને લઈને તકરાર પણ થઈ હતી. હિસાબ એ પોતે જ રાખતા હતા. જેનાં દસ્તાવેજ થયા છે, એ પણ પાવર ઓફ એટર્નીના આધારે જ થયેલાં છે.

છતાં પણ હેમાંગ ભટ્ટે કોર્ટે ખોટા રસ્તે દોરીને ખોટો ઓર્ડર પણ કરાવ્યો છે. આ કેસમાં હાયર ઓથોરિટીમાં આરબીટેશન માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. જો કે, ખોડલધામનાં ટ્રસ્ટીનું જોડાણ હોવાનું ખૂલતા જ રાજકોટમાં આ બાબતે જોરશોરથી ચર્ચાઓ પણ થઈ રહી છે. પોલીસ દ્વારા પણ આ કેસમાં કાયદેસરના પગલાં લેવામાં આવ્યાં છે. આની ઉપરાંત આ કેસને સંબંધીત પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *