અકસ્માતમાં નાની ઉંમરે મોતને ભેટ્યા RPF જવાન, પરિવારનો એકમાત્ર સહારો છીનવાયો

અકસ્માત (Accident)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે હાલ આવી જ…

અકસ્માત (Accident)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં રેલવે(railway) પોલીસ (Police)માં નોકરી કરતા ગુજરાતી યુવકને અકસ્માત નડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આ જવાનનુ નામ ભરત કુમાર પ્રજાપતિ હતું. તેઓ મુંબઈની બોરીવલીમાં RPF જવાન તરીકે પોતાની ફરજ નિભાવતા હતા. આ જવાન પોતાના પરિવારનો એકના એક માત્ર સહારો હતા. દીકરો સરકારી નોકરી કરતો હોવાથી પરિવારના લોકોને કોઈ ચિંતા ન હતી. પરંતુ અચાનક જ આવા સમાચાર મળતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ જવાન મૂળ પાલનપુરના રહેવાસી હતા. આ ઘટના અંગે ભરતભાઈએ જણાવ્યું હતું કે, કોઈએ ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો, તેની જાણકારી મળતા તે ઘટનાની તપાસ કરવા માટે આ જવાન પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રાતના સમયે અચાનક જ તેમની ટક્કર ટ્રેન સાથે થઇ જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક પણે મુંબઈ પહોંચી ગયા હતા. પરિવારનો એકના એક આશરો છીનવાઈ જતા પરિવાર પર દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *