પોલીસ કોન્સ્ટેબલો પોલીસ અધિકારીના હાથે જડપાયા,જાણો શું કરતા હતા…

Police constables clasped at a police officer, know what they were doing ...

શાહીબાગ પોલીસ હેડ ક્વાટસમાં જુના ડીસીપીના બંગલો નજીક પોલીસના વાહનમાં જ જુગાર રમતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. જોકે એક આરોપી વાહનમાંથી કુદીને ભાગી ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રૃ.૧૪,૦૨૦ રોકડા કબજે કર્યા હતા.

તસ્વીરો પર્તીકાત્મક છે..

આ બનાવની વિગત મુજબ માધવપુરા પોલીસને માહિતી મળી હતી કે શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ જુના ડીસીપીના બંગલા પાસે વાહનમાં બેસીને કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. માહિતીને આધારે પોલીસે ૧૧ સપ્ટેમ્બરના રોજ સાંજે પોલીસ હેડ ક્વાટર્સ પાસે જઈને તપાસ કરતા પોલીસની મીની બસ પડેલી હતી અને  બન્ને દરવાજા ખુલ્લા હતા. પોલીસે વાહનમાં જઈને તપાસ કરતા ચાર શખ્સો જુગાર રમી રહ્યા હતા. જોકે પોલીસને જોઈને એક આરોપી ભાગી ગયો હતો.

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા તેમનાનામ વખતસિંહ યુ.પરમાર(૪૪), તળશીભાઈ કે.પટેલ (૫૦) અને ભીખુભાઈ એમ.રાવળ (૪૯) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી જુગારના રૃ.૧૪,૦૨૦ રોકડા મળી આવ્યા હતા. ઝોન-૨ના ડીસીપી ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ ત્રણેય આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે અને પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવે છે. આરોપી વખતસિંહ અને તળશીભાઈ  શાહીબાગમાં પોલીસ હેડ ક્વાટર્સ, નવા ત્રણ માળિયા પોલીસ લાઈનમાં તથા ભીખુભાઈ સમતા સોસાયટી સુભાષબ્રિજ સર્કલ પાસે કેશવનગરમાં રહેતા હોવાનંહ તપાસમાં બહાર આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.