ગુજરાત: બુટલેગર હજારોનો દારૂ કારમાં ભરી, શહેરમાં લાવતો હતો અને પોલીસે રંગેહાથ પકડી પાડ્યો

Published on: 4:07 pm, Tue, 14 July 20

હાઇવે વાઘોડિયા ચોકડીથી શહેરમાં ઘુસતી દારૃ ભરેલી કારને પીસીબી પોલીસે ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

એક સફેદ કલરની મારૃતિ કારમાં દારૂ ભર્યો છે અને હાઇવે વાઘોડિયા ચોકડીથી શહેરમાં ઘુસનાર છે તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે વાઘોડિયા ચોકડી નજીક વોચ  ગોઠવીને દારૃ ભરેલી કાર પકડી હતી. કારમાંથી વિદેશી દારૃની ૧૧૫ બોટલ કિંમત રૃપિયા ૪૯,૪૫૦ની મળી આવી હતી.

જેથી પોલીસે કારના ડ્રાઇવર ધનસીંગ ભલજીભાઇ રાઠવા (રહે. બેજવી ગામ પટેલ ફળિયુ તા. જિ. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. તેમજ કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.

આ અગાઉ પણ અનલોક લાગુ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાંથી ઘણી જગ્યા એ હજારોની કિમતનો દારૂ પોલીસ વિભાગે જડપી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.