જુઓ: મોત પહેલાની અંતિમ ક્ષણો કેમેરામાં કેદ,અમદાવાદના બિઝનેસમેનના એકના એક પુત્રનો આપઘાત

0
400

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે નવમાં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ત્યાર બાદ આ અંગે જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

જો કે તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરી ચૂકેલા અને પરિવારના એકના એક પુત્ર એવા સાહિલ શાહે શા માટે આત્મહત્યા કરી તે અંગે રહસ્ય અકબંધ છે.

આ ઘટનામાં પોલીસને સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં સાહિત દાદરા ઉપરથી ખુલ્લી જગ્યા પર જાય છે અને ત્યાંથી તે પડતું મુકે છે. બીજા સીસીટીવીમાં પાર્કિંગની જગ્યાએ સાહિત નીચે પડતો દેખાય છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સાહિત ડિપ્રેશનના કારણે આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક શંકા છે. સાહિલને ડિપ્રેશનની દવા પણ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમા ફ્લોર પર રહેતા રહેતા સાહિલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઇઓ તરીકે જોડાયો હતો.

સાહિલ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો. સાહિલે આજે સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ અચાનક જ નવમાં માળેથી છલાંગ લગાવી હતી.

આ દરમિયાન ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા અને તેઓ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસ તથા સાહિલના પરિવારને જાણ કરી હતી.પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

સાહિલને ડાન્સનો પણ ખૂબ શોખ હતો અને ફિલ્મ સ્ટાર્સ સાથે પણ તેના ફોટોઝ જોવા મળે છે. સાહિલ જેકલીન ફર્નાન્ડીઝથી લઇ ટીવી એક્ટ્રેસ હેલી શાહ અને કોરિયોગ્રાફર સંદીપ સાપોરકર સાથે પણ જોવા મળી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here