કોરોના વચ્ચે પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ: પોલીસે જેવું કારનું બોનેટ ખોલ્યું ત્યાં તો…

એકતરફ કોરોના દિવસેને દિવસે લોકોના શિકાર કરી રહ્યો છે અને આવી પરિસ્થીતી વચ્ચે પણ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીતો ફક્ત કાગળો જ પર જ દેખાઈ રહ્યી છે.…

એકતરફ કોરોના દિવસેને દિવસે લોકોના શિકાર કરી રહ્યો છે અને આવી પરિસ્થીતી વચ્ચે પણ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીતો ફક્ત કાગળો જ પર જ દેખાઈ રહ્યી છે. હાલ વડોદરામાં ઘટના સામે આવી જેમાં લાખો રૂપિયાનો દારૂ ભરેલી ગાડી તંત્ર દ્વારા પકડી પાડવામાં આવી છે અને કાર ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે.

વડોદરા શહેર જિલ્લા પોલીસકર્મીએ કરજણ ટોલનાકે દરેક કારને ઉભી રાખવાની ને તપાસ કરી રહ્યા હતા. પોલીસને બાતમી મળતા પોલીસે કડકપણે તપાસ હાથ ધરી હતી. આ સમય વચ્ચે એક કારને ઉભી રાખી હતી. આ કારમાં ત્રણ પુરુષ એક મહિલા અને જ્યારે એક કુતરું હતું જેનાકારણે પોલીસને દાલમાં કઈ કાળું દેખાયું હતું. અને ત્યારબાદ કારની ઝીણવટ ભરી તપાસ કરતાં કારના બોનેટમાં એન્જિન પાસે વિદેશી દારૂની બોટલોનો ભંડાર મળી આવ્યો હતો. આટલું જ નહિ પરંતુ કારની ડીકીમાં પણ ચોરખાનું બનાવી તેમાં પણ દારૂની બોટલો મળી આવી હતી. કાર ચાલકનું આ આયોજન જોઇને તો પોલીસને પણ આંખે અંધારા આવી ગયા હતા.

જીલ્લા પોલીસ અને કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલ ટોલનાકા પર કાર ચેકીંક કરી રહ્યા હતા. પોલીસને પણ આ અંગેની સુત્રો પાસેથી જાણકારી મળી હતી, આ કારણોસર ઝીણવટ ભરી તપાસ દરેક કારની કરી રહ્યા હતા. તે દરમિયાન જ દમણ તરફથી એક ગાડી આવી હતી અને આ કારમાં ડ્રાઈવરની બાજુની સીટમાં કુતરું બેઠું હતું. અને શ્યામસુંદર મીઠુંલાલ શર્મા નામના શખ્સ ગાડી ચલાવી રહ્યા હતા. જેઓ બી 53 હરીદર્શન સોસાયટી કઠવાડા રોડ એલવી હોસ્પિટલ અમદાવાદના રહેવાસી છે, અને પાછળની શીટ પર ધર્મેન્દ્રસિંહ રામકુમારસિંહ ભદોરીયા નામના શકસ બેઠા હતા. તેઓ બી 505 બાપાશ્રીપાર્ક નવા નરોડા અમદાવાદના રહેવાસી છે અને હરગોવિંદ રામદાસ પંચાલ જેઓ 325 સેક્ટર 4 નીર્ણયનગર ચાંદલોડિયા અમદાવાદના રહેવાસી છે અને દિપ્તીબેન મુકેશભાઈ વ્યાસ  પણ કારમાં હાજર હતા. આ જોઇને પોલીસને શક થયો હતો અને કારની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.

કડક તપાસ બાદ પોલીસને બોનેટમાંથી વિદેશી દારૂનો ભંડાર મળી આવ્યો હતો. અને સાથોસાથ કારની ડીકીમાં પણ ખુફિયા જગ્યા કરીને તેમાં દારૂ સંતાડ્યો હતો. આમ કુલ 57 જેટલી વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળીને કુલ 7,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સાથે સાથે એક મહિલા અને ત્રણ પુરુષ સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસને ગુમરાહ કરવા માટે કારમાં કુતરું અને અન્ય ઇસમોને બેસાડી વિદેશી દારૂની વહન કરતા વડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *