હૃદયસ્પર્શી વિડીયો : પોલીસ અધિકારી હાથ વગરના વાંદરાને ધીમે ધીમે કેળું ખવડાવી રહ્યો છે

Published on Trishul News at 5:50 PM, Fri, 17 April 2020

Last modified on April 17th, 2020 at 6:01 PM

કોરોનાવાયરસ ના સંક્રમણને કારણે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન પોલીસ અધિકારીઓ અને જીવદયા સંસ્થાઓ મૂંગા પશુ-પક્ષીઓનું ધ્યાન રાખી રહ્યા છે. માણસો ઘરમાં પુરાઈ રહેલા હોવાને કારણે આ પશુ-પક્ષીઓને ખોરાક મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.

હમણાં જ ઉત્તર પ્રદેશમાં લોકડાઉન દરમિયાન પોલીસ અધિકારીઓ ભૂખ્યા વાંદરાઓના ટોળાં ને ભોજન આપતાં જોવા મળ્યા. હાલ સોશિયલ મીડિયામાં એક વિડિયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી હાથ વગરના ભૂખ્યા વાંદરા ને કેળું ખવડાવતો જોવા મળે છે. પોલીસ સ્ટેશને ઉતારેલા આ હૃદયસ્પર્શી દ્રશ્ય માં પોલીસ અધિકારી ધીમે ધીમે કેળાની છાલ ઉતારીને હાથ વગરના વાંદરાને ખવડાવી રહ્યો છે.

એક દિવસ પહેલા ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડિયોમાં ખુરશી પર બેઠેલ એક પોલીસ અધિકારી, મોઢે માસ્ક બાંધીને ફોન પર વાત કરતો દેખાય છે. તેણે એક હાથમાં કેળું પકડ્યું છે અને બાજુની જ દીવાલ પર બેઠેલા વાંદરાને ધીરે-ધીરે ખવડાવી રહ્યો છે. સોશિયલ મીડિયા અધિકારીની ધીરજ અને દયાભાવના ના વખાણ કરતા થાકતું નથી.

આ વિડીયો ૨૮ હજારથી પણ વધુ વખત લોકોએ જોયો છે અને બે હજાર લોકોએ રિટ્વિટ કર્યો છે. વીડિયોની કમેન્ટમાં લોકો આ અધિકારીના વખાણ કરતા થાકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "હૃદયસ્પર્શી વિડીયો : પોલીસ અધિકારી હાથ વગરના વાંદરાને ધીમે ધીમે કેળું ખવડાવી રહ્યો છે"

Leave a comment

Your email address will not be published.


*