સુરતમાં સ્પાની આડમાં ચાલતો વધુ એક ગોરખધંધો ઝડપાયો- વાંચો પુરી ખબર

સુરત શહેર માં કેટલાય સ્થળ પર સ્પા ની આડ માં દેહ વેપાર ચાલતો  હોય છે. જેમાં પોલીસ પણ અવાર નવાર આવા સ્પા પર દરોડા ઓ પાડી કાર્યવાહી કરતી હોય  છે. જેમાં આજે  પોલીસ દ્વારા વરાછા વિસ્તાર માં મારૂતિ ચોક ખાતે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 7 યુવતીઓ સહિત આઠને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સંચાલક અને તેને મદદગારી કરનારની પૂછપરછ ચાલી રહી છે. ઝડપાયેલ યુવતી ઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળે છે.  પોલીસે યુવતી ઓ ને ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછા પોલીસને બાતમી મળી હતી કે, મારુતિ ચોક પાસે આવેલા સ્પાની દુકાનની આડમા કુટણખાનાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે સ્પામા દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 6 જેટલી લલનાઓ તથા સંચાલક, ગ્રાહક મળી કુલ 8 લોકોની અટકાયત કરવામા આવી હતી. પોલીસ તપાસમા એક મહત્વની વાત બહાર આવી હતી કે 6 લલના પૈકી ત્રણ જેટલી યુવતીઓ બાંગ્લાદેશની હતી. તેઓ રૂપિયા કમાવવાની લાલચ આપી અહી લાવવામા આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ વરાછા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.