મુંબઈથી સુરત લઇ જવામાં આવતો 61 કિલો ગાંજો વહેચાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો

વલસાડ(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત તો જાણે ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ…

વલસાડ(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત તો જાણે ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ માર્ગથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબર રકમનો ગાંજો પકડાયો છે.

વલસાડ રૂરલ પોલીસ દ્વારા મુંબઇથી સુરત જતી કારમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલજી રાઠોડ વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન તેમને આ ગાંજો પકડવામાં સફળતા મળી છે. તેમણે પોલીસ ચેકિંગ માટે રોકેલી કારમાંથી 61 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો છે. 

જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કારમાં હેરાફેરી થતો નશીલો પદાર્થ માર્કેટમાં વેચાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે. 61 કિલોનો ગાંજો કુલ 6 લાખની કિંમતનો છે. આ ગાંજો કારના ચોર ખાનામાં સંતાડવામાં આવ્યો હતો. પોલીસ પૂરપરછમાં સામે આવ્યું કે, આ ગાંજો ઓરિસ્સાથી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો અને મુંબઈથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસ દ્વારા 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ 12 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત નશીલા પદાર્થની હેરાફેરીને પકડવા પોલીસે હવે કમર કસી છે. કચ્છ હોય કે વલસાડ તેમજ સુરત… ગુજરાત પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીને હવે અસફળ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *