શત્રુઘ્ન સિન્હાએ મને ડ્રગ્સ ખવડાવીને મારું યૌનશોષણ કર્યું છે- જાણો કઈ અભિનેત્રીએ લગાવ્યો આટલો મોટો આરોપ

Published on Trishul News at 5:30 PM, Tue, 3 May 2022

Last modified on May 3rd, 2022 at 5:30 PM

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો વિશ્વ વિખ્યાત શો બિગબોસમાં અભિનય કરીને ખ્યાતી મેળવીને પ્રસિધ્ધ થયેલી મોડેલ અને એક્ટર પૂજા મિશ્રાએ ફરી એક વાર શત્રુઘ્ન સિન્હા  પર ગંભીર આરોપો લાગ્વ્યા છે. એક્ટર પૂજા મિશ્રાએ હાલમાંજ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિન્હા પરિવારે કેવી રીતે તેની કારકીર્દી અને જિંદગીને વેર વિખેર કરી દીધી હતી.

બિગબોસ ફેમ અભીનેત્રી પૂજા મિશ્રાએ ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે શત્રુઘ્ન સિન્હાએ તેનું યૌન શોષણ કર્યું હતું. જેમાં તેનો પરિવાર પણ તેની સાથે હતો. શત્રુઘ્ન સિન્હાએ પોતાનું કૌમાર્ય વેચીને સોનાક્ષી સિન્હાને સ્ટાર બનાવી છે. શત્રુઘ્ન સિન્હા પૂજાને ડ્રગ્સ ખવડાવીને એન્જોય કરતા હતા. આ પ્રકારનો અન્યાય તે છેલ્લા 17 વર્ષથી ચુપ ચાપ સહન કરતી આવતી હતી. પૂજા મિશ્રાએ વધારેમાં જણાવ્યું હતું કે તેમની જગ્યાએ કોઈ બીજી યુવતી હોત તો તેણે આત્મહત્યા કરી લીધી હોત.

બિગબોસ ફેમ અભીનેત્રી પૂજા મિશ્રાના પિતા આયકર વિભાગના અધિકારી પણ રહી ચુક્યા છે અને તેઓ શત્રુઘ્ન સિન્હાના દોસ્ત હતા અને તેમણે શત્રુઘ્ન સિન્હા અને તેના મિત્રોને જરૂરિયાત સમયે કરોડો રૂપિયાની મદદ પણ કરેલી છે.છતાં સિન્હા પરિવાર શા માટે તેના પાછળ હાથ ધોઈને પડી ગયો છે તે આજદિન સુધી જાણવા નથી મળ્યું.અભીનેત્રી પૂજા મિશ્રાના પિતા મુંબઈ હતા ત્યારે પૂનમ સિન્હાએ તેમનું બ્રેઈન વોશ પણ કર્યું હતું.

મોડેલ અને એક્ટર પૂજા મિશ્રાના આરોપ પ્રમાણે બોલીવુડમાં માત્ર વેશ્યાઓ જ કામ કરે છે. કહીને પૂજા મિશ્રાના કેરિયર પર ખોટી રીતે તેના પિતાનું બ્રેઈન વોશ કર્યું હતું. શત્રુઘ્ન સિન્હાએ પોતાની દીકરી સોનાક્ષી સિન્હાને આગળ લાવવા માટે તેણે તેના રીટાયર પિતાને પણ ઉશ્કેરીયા હતા. શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ પૂજા મિશ્રા પર કાળો જાદુ કર્યો હોવાના આક્ષેપો પણ મુકવામાં આવ્યા છે.

પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હા અને તેના પરિવાર પર તેના કપડા ચોરવાથી માંડીને તેણીની ફિલ્મો, એડ્સ, સ્પોન્સરો મીડિયા કન્ટેન્ટસ પણ સોનાક્ષીને આગળ લાવવા માટે ચોરવામાં આવ્યા તેમજ તેણીને બેભાન કરીને કોમાંર્ય વેચીને પૈસાની કમાણી કરી છે, સોનાક્ષી સિન્હા ફેશનડીઝાઈનર બનવાની હતી તો તે અભિનેત્રી કઈ રીતે બની ગઈ.

બિગબોસ ફેમ અભીનેત્રી પૂજા મિશ્રાએ અન્ય ગંભીર આરોપો શત્રુઘ્ન સિન્હા અને તેના પરિવાર પર કરતા જણાવ્યું હતું કે તેણી જ્યારે દિલ્હીમાં શુટિંગ કરતી હતી ત્યારે અને બીજી  ઘણી વાર મને ડ્રગ્સ ખવડાવીને મારો શારીરિક લાભ લીધો છે. 6 મહિના સુધી તેણીને રીહેબ સેન્ટરમાં મોકલી આપવામાં આવી હતી જ્યાં તેને અલગ અલગ પ્રકારના ઇન્જેકશનો અને દવાઓ આપવામાં આવતા હતા જેવું તેણે સહન કર્યું છે તેવું ભગવાન કોઈ બીજી યુવતી પાસે ના કરાવે.

મોડેલ અને એક્ટર પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હા અને તેના પરિવાર ખુબજ ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ જે આરોપો લાગ્યા છે તેણે સાંભળીને બોલીવુડ જગતમાં સનસની મચી જવા પામી છે તો હાલ શત્રુઘ્ન સિન્હા અને તેના પરિવાર તફરથી કોઈ પણ પ્રકારનું નિવેદન અને કોઈ પણ પ્રકારનું રીએક્શન સામે આવ્યું નથી ત્યારે સૌં કોઈની નજર હવે એક્ટર પૂજા મિશ્રાએ લગાવેલા આરોપનો જવાબ શું આવે તેના તરફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "શત્રુઘ્ન સિન્હાએ મને ડ્રગ્સ ખવડાવીને મારું યૌનશોષણ કર્યું છે- જાણો કઈ અભિનેત્રીએ લગાવ્યો આટલો મોટો આરોપ"

Leave a comment

Your email address will not be published.


*