ખૂન કા બદલા ખૂન સે: આતંકીઓનો ખાત્મો કરવા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનો એક્શન પ્લાન તૈયાર- કરી રહી છે તડામાડ તૈયારી

જમ્મુ કાશ્મીર: અહીં સતત સેના તથા આતંકવાદીઓ (Army and terrorists) વચ્ચે અથડામણ ચાલતી રહેતી હોય છે. આવા સમયમાં સેના તરફથી ચલાવવામાં આવી રહેલ પુંછ-રાજૌરી જંગલ…

જમ્મુ કાશ્મીર: અહીં સતત સેના તથા આતંકવાદીઓ (Army and terrorists) વચ્ચે અથડામણ ચાલતી રહેતી હોય છે. આવા સમયમાં સેના તરફથી ચલાવવામાં આવી રહેલ પુંછ-રાજૌરી જંગલ (Poonch-Rajouri forest) માં આતંકવાદ વિરોધી અભિયાન (Campaign) ને લઇ કેટલાક લોકોને ઘરમાં રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. જેને લીધે દુશ્મનોથી લોકોને ખતરો ન રહે.

આની સાથે જ અધિકારીઓ જણાવે છે કે, જમ્મુ કાશ્મીરમાં 2 સરહદી જિલ્લાઓમાં પુંછ તથા રાજોરીના જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાનના 9માં દિવસે મેંઢરમાં જાહેર સૂચનાઓ આપવામાં આવી તેમજ સ્થાનિક લોકોને પોતાની સુરક્ષા માટે ઘરમાં રહેવા માટે જણાવાયું છે.

આતંકવાદીઓ પર અંતિમ તબક્કાની તૈયારી:
અધિકારીઓ જણાવે છે કે, ભટ્ટા દુરિયન તથા આજુબાજુના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાં લગાવેલ લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. જો કે, સેના પુંછ જિલ્લામાં આવેલ મેંઢરના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની વિરૂદ્ધ છેલ્લા હુમલાની તૈયારી કરી રહી છે.

ઘરની બહાર ન નિકળે, રાશન ભરી લો:
તેમણે જણાવ્યું હતું કે, લોકોને સતર્ક કરતા જણાવાયુ છે કે, તેઓ જંગલ વિસ્તારમાં ન જાય તેમજ પોતાના પશુઓને પણ ઘરમાં જ રાખે. આની સિવાય લોકોને રાશન ભેગું કરી લેવા પણ કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો બહાર ગયા છે તેમને પોતાના જાનવરોની સાથે પોતાના ઘર પાછા ફરવા જણાવાયુ છે.

એક જુનિયર કમીશંડ અધિકારી તથા 4 બીજા સુરક્ષા કર્મચારીઓએ 11 ઓક્ટોબરે પુંછમાં આવેલ સુરનકોટ જંગલમાં આતંકવાદ વિરોધી અભિયાનની શરૂઆત વખતે ખુબ મોટા પ્રમાણમાં ફાયરિંગમાં શહીદ થયા હતા કે, જ્યારે ગુરૂવારે થયેલ અન્ય એક અથડામણમાં 4 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અધિકારીઓ જનાવર છે કે, આતંકવાદીઓના ઇરાદાઓને નાકામ કરવા માટે સમગ્ર વન વિસ્તારમાં હજુ પણ કડક સુરક્ષા ઘેરો રહેલો છે તેમજ આ વિસ્તાર પહાડી છે તથા ગાઢ જંગલ છે કે, જેનાથી ઑપરેશનમાં મુશ્કેલીઓ વધારે ખતરનાક થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *