ગરીબો બની રહ્યા છે બેરોજગાર અને અમીરોની તિજોરી રોકડથી છલકાય છે… આવો તે કેવો કોરોના!

કોર્નાની બીજી લહેરે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોના જીવ લીધા હતા. આ ઉપરાંત કોરોના સમયગાળા દરમિયાન ગરીબ વધુ ગરીબ બની ગયો છે.…

કોર્નાની બીજી લહેરે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોના જીવ લીધા હતા. આ ઉપરાંત કોરોના સમયગાળા દરમિયાન ગરીબ વધુ ગરીબ બની ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના તાજેતરના અહેવાલ અનુસાર, કોરોનાની બીજી લહેરમાં લગભગ 12 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ, ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ છે.

કોરોનાની સૌથી મોટી અસર દેશના ગરીબ લોકો પર પડી છે. એવા લોકો જે રસ્તાઓ પર લારી-ગલ્લા લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમનું જીવન મુશ્કેલ બન્યું હતું. પરંતુ, બીજી તરફ ધનિકોની સંપત્તિમાં અનેકગણો વધારો નોંધાયો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટા દેશોમાં અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે.

જો ફક્ત અમેરિકાની વાત કરીએ તો 651 અમેરિકન અબજોપતિની સંપત્તિ 30 ટકા વધીને 4 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે વિકાસશીલ દેશોમાં, 250 મિલિયન લોકોને અત્યંત ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને વિશ્વની લગભગ અડધી વર્કફોર્સે પોતાની આજીવિકાનું સાધન ગુમાવ્યું.

એક બાજુ જ્યાં કોરોનામાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યાં બીજી બાજુ વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. એમેઝોનના જેફ બેસોઝ અથવા ટેસ્લાના એલોન મસ્ક કોરોનામાં સમૃદ્ધ બન્યા, જ્યારે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ગૌતમ અદાણીએ કોરોનામાં કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે.

જાણવા મળ્યું છે કે, માત્ર એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 104 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, એલોન મસ્ક જેવા અબજોપતિઓએ કોરોનાની બંને લહેરમાં અઢળક કમાણી કરી છે. કોરોના સમયગાળા દરમિયાન અબજોપતિ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘણો વધારો નોંધાયો છે.

જોકે, તેમાંના કેટલાકને વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. બિલ ગેટ્સ વિશે વાત કરીએ તો તેની સંપત્તિ 10.40 અબજ ડોલર વધીને 142 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ આ વર્ષે 14.40 અબજ ડોલર વધી છે અને તે 118 અબજ ડોલર છે.

અત્યાર સુધી બંને લહેરમાં ખરેખર જીતનારા બે દેશો ચીન અને દક્ષિણ કોરિયા છે. આ બંને દેશોએ પ્રથમ લહેરની શરૂઆતમાં આ મહામારીને ડામવામાં સફળતા પ્રાપ્ત કરી છે. નિષ્ણાતો માને છે કે, વર્ષ 2021માં પણ ચીનની અર્થવ્યવસ્થા 8 ટકાના દરે વિકાસ કરી શકે છે.

આ ઉપરાંત કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બે વસ્તુઓ સામાન્ય જોવા મળી છે. પહેલું એ કે, ગરીબોની નોકરીઓ ગઈ અને ધનિકની સંપત્તિમાં વધારો જોવા મળ્યો. પરંતુ, શું ભવિષ્યમાં પણ આ જ બનશે? કારણ કે, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે આવવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *