ગિરનાર પરિક્રમા માટે જતી ST બસ ઊંધી પડી, 20થી વધુ લોકો ઘાયલ…

પોરબંદર રોડ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પોરબંદર રોડ પર બાવડ પાસે સલાયા – જૂનાગઢ રૂટની એસટી બસ પલટી જતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે આમા કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આજથી ગિરનાર પરિક્રમા ચાલુ થતી હોવાથી આ બસ પણ ખીચોખીચ ભરેલી હતી તેમાં 70 જેટલા મુસાફરો સવાર હતાં. આ એસટી બસમાં સવાર 20થી વધુ લોકોને નાની-મોટી ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. નોંધનીય છે કે બસ પલટી ખાતા ડીઝલનું ઢાંકણું ખુલી ગયુ હતુ જેના કારણે અનેક મુસાફરો પર પણ ડીઝલથી લથબથ હાલતમાં હતાં.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.આ અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકોએ ઊંધી પડેલી બસમાંથી લોકોને કાઢવાનું રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.