પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાજીનું પ્રાગટ્ય દિવસ, વાંચો આ પ્રચલિત કથા…

આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે.પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે એક એવો પવિત્ર અને ભક્તિ કરી લેવા જેવો દિવસ છે…

આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે.પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે એક એવો પવિત્ર અને ભક્તિ કરી લેવા જેવો દિવસ છે કે, જે એક સ્વયં સિદ્ધ દિવસ છે. આ પવિત્ર દિવસ એટલે પોષી સુદ પૂનમનો દિવસ. પોષી સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય થયું હતું. આજના દિવસે માંના ભક્તો માં અંબાની પૂજા, અર્ચના અને આરાધના કરીને માંના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

મા અંબાના પ્રાગટ્યને લઈને મૂલતઃ
બે કથાઓ પ્રચલિત છે. પરંતુ આપણે જ્યારે પોષી પૂનમના મહાત્મ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે જાણીશું કે આજના દિવસે માં અંબાનું પ્રાગટ્ય થયું હતું, તેની કથા વિશે આપણે જાણીએ. વર્ષો પહેલા એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. મનુષ્ય સહિત જીવમાત્રને જીવવું મુશ્કેલ થઈ ગયું હતુ. પૃથ્વી પરના મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ જેવા તમામ જીવો ભૂખે ટળવળતા હતા.

એવો ભયંકર સમય હતો કે, જ્યારે ખાવા માટે કોઈની પાસે કોળીયો પણ રહ્યો નહોતો. આવા સમયે માતાજીના તમામ ભક્તોએ હ્યદયપૂર્વક માતાજીની પ્રાર્થના કરી, ભક્તોએ કરેલી પ્રાર્થના સાંભળી આદ્યશક્તિ માં અંબા પ્રગટ થયા. માતાજીએ ભક્તો પર પોતાની અપાર કૃપા વરસાવી અને સૂકી તેમજ વેરણ બનેલી ધરતી પાછી લીલીછમ બની. માંની કૃપાથી પૃથ્વિ પર અઢળક શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન થયા. અને ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું અને એટલે જ પોષ માસની માસની આ પૂનમને શાકંભરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.

આસો અને ચૈત્રી નવરાત્રીની સાથે પોષ મહિનામાં આવતી નવરાત્રીનું પણ વિશેષ મહાત્મ્ય છે. પોષી નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિ ઉપાસકો અર્થાત માતાજીના ભક્તો નવરાત્રીના ઉપવાસ કરે છે અને કેટલાક ભક્તો તો માત્ર શાકભાજી ખાઈને નવરાત્રીના ઉપવાસ કરે છે. અંબાજી મંદિરમાં શાકોત્સવ માતાજીના પ્રાગટ્ય દિવસે મનાવાય છે. જેમાં વિવિધ શાકભાજી, ફળો, પકવાન સહિત ભાવતા ભોજનનો અન્નકૂટ ભાવપૂર્વક રીતે માતાજીને ધરાવાય છે.

પોષી પૂનમનું મહત્ત્વ:
આવતીકાલે એટલે કે 28 જાન્યુઆરીના રોજ ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે. ગુરુ પુષ્ય સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળે છે. આ દિવસે કોઇપણ શુભ કામ શરૂ કરી શકાય છે. ગુરુ પુષ્ય યોગમાં કોઇપણ બિઝનેસ ડીલ કરવી ફાયદાકારક રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ યોગમાં શનિ અને ગુરુ બંનેનો શુભ પ્રભાવ હોય છે એટલે લાંબા સમય સુધી ફાયદો આપનાર કામ આ યોગમાં શરૂ કરવું જોઇએ. પ્રોપર્ટીને લગતાં કાર્યો અને રૂપિયાના રોકાણ માટે પણ આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *