સોશિયલ મીડિયાનો કમાલ! એક પોસ્ટથી ગણતરીની કલાકોમાં વહ્યો દાનનો એવો ધોધ કે, દીકરીને મળ્યું નવજીવન

Published on: 12:57 pm, Sat, 9 July 22

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં રહેતા વિપુલભાઈ જેતાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે ત્યારે તેમની આઠ વર્ષની દીકરી પૂર્વા જેતાણીને સર્વ પ્રથમ ડેન્ગ્યુની અસર થઈ અને ત્યારબાદ ન્યૂમોનિયા થયો હતો,પૂર્વા ની હાલત એકદમ સિરિયસ કન્ડિશનમાં આવતા હાલ પૂર્વાને મજૂરા ગેટ ખાતે આવેલ સાચી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, પૂર્વાને હોસ્પિટલમાં સારવાર નો અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા નો ખર્ચ થાય એમ છે જે સાંભળતા જ પિતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

3 6 - Trishul News Gujarati Surat, Varachha, સોશિયલ મીડિયાનો કમાલ

પૂર્વાના પિતાની આર્થિક સ્થિતિ સક્ષમ ન હોય જેતાણી પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું હતું. ત્યારે એક તરફ દીકરીને બચાવવા માટે મજબૂર પિતા અને બીજી તરફ માની નજર સામે હોસ્પિટલમાં એડમિટ દીકરી, આવા સમય પર વ્યક્તિ પોતાની સુજબુજઅને કાર્યક્ષમતા ખોઈ બેસે છે સારા અને નબળા વિચારો પણ આવે છે.

મહેશ ભુવાની એક પોસ્ટથી વહ્યો દાનનો ધોધ:
ત્યારે જેતાણી પરિવારના આ કટોકટોના સમયમાં હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સેવક મહેશ ભુવાને આ બાબતની જાણ થતા મહેશભાઈ ભુવા તાત્કાલિક થી હોસ્પિટલ પર પહોંચી અને જેતાની પરિવારના આ વ્હાલસોયા ફુલ ની સમગ્ર હકીકત જાણી અને સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરી જેનાથી માત્ર 20 કલાકના સમયગાળામાં જ જેતાની પરિવારને રૂપિયા બે લાખ ની વિવિધ દાતાઓ દ્વારા સહાય કરવામાં આવી, આ ચમત્કારિક સહાય મળતા પિતા અને માતા બન્ને ને હરખના આંસુ આવ્યા કે ઈશ્વરે આ દાતા ઓને અને મહેશભાઈને દૂત બનાવીને મોકલ્યા છે.

1 6 - Trishul News Gujarati Surat, Varachha, સોશિયલ મીડિયાનો કમાલ

તાજેતરમાં વેન્ટિલેટર ઉપર છે પૂર્વા:
હાલ પૂર્વા વેન્ટિલેટર ઉપર છે. તેના પપ્પા ને સંતાનમાં માત્ર એક જ દીકરી છે અને પોતે ભાડેથી રહે છે અને આર્થિક સ્થિતિ બહુજ નબળી છે. ત્યારે પૂર્વા ના સંપૂર્ણ સારવાર નો ખર્ચ 3.5 લાખ રૂપિયા છે ,ત્યારે હજી પણ 1.5 લાખ રૂપિયા ની જરૂરિયાત હોય મહેશભાઈ ભુવા અને જેતાની પરિવાર દ્વારા દાતાઓને અપીલ કરવામાં આવી છે.
આ સહાય દ્વારા એક પરિવાર ના એક ના એક સંતાન ને નવજીવન બક્ષવામાં આપ પણ મદદરૂપ થઇ શકો છો.

માત્ર 20 કલાકમાં જ બે લાખ રૂપિયા થયા ભેગા:
ગઈકાલે થી આજ સુધીના ફક્ત 20 કલાકમાં જ સોશિયલ મીડિયા થકી બે લાખ જેવી મોટી રકમ દાનવીરો પાસેથી એકત્રિત કરી સીધા જ જરૂરિયાત મંદ પરિવારના બેંક ખાતામાં મહેશભાઈ ભુવએ જમા કરાવ્યા હતા. સોશિયલ મીડિયાના સદુપયોગ થી ગઈકાલ જ મુકેલી પોસ્ટ કે જેમાં માત્ર 8વર્ષ ની દીકરી પૂરવા વિપુલભાઈ જેતાણી ને ડેન્ગ્યુ અને ન્યૂમોનિયાની બીમારીથી ઇન્ફેક્શનની સારવાર માટે મદદ અર્થે પોસ્ટ વહેતી કરી હતી.

2 7 - Trishul News Gujarati Surat, Varachha, સોશિયલ મીડિયાનો કમાલ

આ એક પોસ્ટથી વિપુલભાઈ તેજાણીના બેંક ખાતા માત્ર 20 કલાકમાં બે લાખ જમા થયા આજે આ પરિવાર ને આકાશી ટેકો મળી ગયો છે હજુ સારવાર માટે દોઢ થી બે લાખ ની જરૂર પડે તેમ છે. આવી તો અનેક પોસ્ટો થી નિરાધાર પરિવારો ને મદદ મળી છે.આ દીકરીના કેસ માં સૌ પ્રથમ પોસ્ટ વહેતી કરનાર પ્રથમ મહેશભાઈ ભુવા છે.

તમે પણ દીકરીને કરી શકો છો સહાય, આ રહી બેન્કિંગ ડીટેઈલ્સ:
નામ: વિપુલભાઈ તેજાણી, ફોન પે નંબર:-9925060577, બેંક નંબર:- Bank Of India, A/C No.:- 270016410007242, IFSC Code:- BKID0002700 બ્રાન્ચનું નામ:-Kanpith Lal Gate Surat

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.