લગ્ન પછી માં અને પત્નીને કાબુમાં રાખવા હોય તો આ જરૂર વાંચો.

લગ્ન પછી પુરુષે મમ્મી અને પત્ની બંનેની ભાવનાઓને સમજવી જરૂરી છે. લગ્ન પહેલાં મમ્મી દીકરાની નાની-મોટી વસ્તુઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતી હોય છે. તેથી પુત્રવધૂ…

લગ્ન પછી પુરુષે મમ્મી અને પત્ની બંનેની ભાવનાઓને સમજવી જરૂરી છે. લગ્ન પહેલાં મમ્મી દીકરાની નાની-મોટી વસ્તુઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતી હોય છે. તેથી પુત્રવધૂ આવતાં જ તેને લાગે છે કે હવે તેનો અધિકાર કોઈએ લઈ લીધો છે. માતાને લાગે છે કે હવે મારા દીકરાના પ્રેમમાં ભાગીદાર થવા અન્ય પણ કોઈ છે. આ બાબત તેના મગજમાં સતત ખૂંચે છે. જ્યારે છોકરીની પણ અલગ માનસિકતા હોય છે કે તેને પોતાના પતિની નાની નાની જરૂરિયાત સંતોષવી હોય છે.આ બે માનસિકતા વચ્ચે છોકરો જ એવો રસ્તો કરી શકે કે બંનેને સંભાળી લેવાય. અહિ કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમે બંનેને સારા લાગી શકો.

1. ઘરની બહાર જતી વખતે પત્નીને વહાલ સાથે બાય કરો તો મમ્મીને પણ કાંઈક કહેવાનું ચુકશો નહિ.

2. ઓફિસેથી સાંજે ઘરે આવીને સીધા બેડરૂમમાં ન જતાં મમ્મી સાથે પણ રોજ જેવી જ વાતો કરો.

3. તમારી મમ્મી કે પત્નીની અંગત વાત કોઈ સાથે શેર ન કરો. તમારા મનમાં જ રહેવા દો.

4. સાસુ-વહુના મતભેદમાં દખલ ન કરો. અને એવું પણ ન દેખાવા દો કે તમને કોઈ ફરક પડતો નથી. તટસ્થ બની નિષ્પક્ષ નિર્ણય લેવાથી બંને વચ્ચે વિશ્વાસને ચાહો છો.

5. બંનેના એકમેક સામે વખાણ ન કરો. આવું કરવાથી તેમના ઈગોને ધક્કો લાગી શકે છે.

6. ઘરના સભ્યો સામે પત્નીની કે મમ્મીની મજાક ન કરો કે ઉતારી ન પાડો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *