ગર્ભાવસ્થા દરમિયાન આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બાળક ખુબ જ બુદ્ધિશાળી જન્મે છે.

કુદરતે બાળકનું ભવિષ્ય લખવાનું વરદાન મહિલાઓને આપ્યું છે. જો મહિલા ગર્ભાવસ્થા દરમિયાન થોડીક પરેજી પાડે અને ખાનપાન સિવાય પણ બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો બાળક બુદ્ધિશાળી બને છે અને સાથોસાથ ડાહયુ પણ બને છે. તેમના વ્યાયામ, સુવા-જાગવાની આદતો, નૃત્ય-સંગીત અને ભણતર પર પુરતુ ધ્યાન આપવામાં આવે તો તેની હકારાત્મક અસર મળે જ છે.

વાર્તા સાંભળવાની આદત પાડો

બાળક ૩ માસનું થાય ત્યારથી જ તેની ર્વાતા સંભળાવો જેથી તે ભાષાને ઓળખશે અને શબ્દો અને અવાજો યાદ રાખવા લાગશે.

સક્રિય રહો

બાળક કુખમાં વિકસી રહયું હોય ત્યારથી જ તમારી બોલ-ચાલ, સ્વાસ્થ અને વિચારોની અસર તેના પર પડે છે. તમે જેટલા ખુશ અને તંદુરસ્ત રહેશો તેની અસર બાળક પણ રહેશે.

સુર્યસ્નાન કરો

ગર્ભાવસ્થા સમયે રોજ સવારે ર૦ મિનિટ સુર્યસ્નાન તમારા અને આવનારા બાળક, બન્ને માટે ફાયદાકારક રહેશે અને વિટામીન ડીની કમી પુરી થશે.

માલિશ કરો

ગર્ભાવસ્થાના ર૦માં વીકથી બાળક આભાસ કરવાનું શરૂ કરે છે. પેટ પર ઓલિવ ઓઇલ કે બદામના તેલથી માલિસ કરવી. બાળક બા-બાપના અડવાના અંતરને પણ ઓળખે છે.

બાળક સાથે વાત કરો

વિજ્ઞાન અનુસાર બાળક ૧૬માં વીકથી જ સાંભળાવા લાગે છે એટલે તેની સાથે વાત કરવાથી તેના મગજની કાનની કોશિકાઓ વિકસે છે.

અલગ અલગ પ્રકારનું ખાઓ

બાળકના માનસિક અને ભાવાત્મક વિકાસ માટે ડિનરમાં અલગ અલગ ભોજન લો. બાળકની સ્વાદ કોશિકાઓ ૧ર વીકમાં વિકસી જાય છે.

ધીમું સંગીત સાંભળો

માતાની કુખમાં બાળક સંગીત સાંભળે તો તેના શરીરમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જેનાથી તેને ખુશી અને શાંતિ મળે છે.

નર્સરીની કવિતાઓ વાંચો

બાળક કુખમાં હોય ત્યારે જ નર્સરીની પોયમ સંભળાવાથી સ્કુલમાં જલદી શીખી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *