આખરે નથુરામ ગોડસેએ પ્રજ્ઞા ઠાકુરને રડાવ્યા, પાર્ટીએ લીધા બે મોટા નિર્ણય

ભારતીય સંસદમાં મહાત્મા ગાંધીજી ની હત્યા કરનાર નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીથી ખુબ હોબાળો સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટીએ આ ટીપ્પણી બદલ પ્રજ્ઞા…

ભારતીય સંસદમાં મહાત્મા ગાંધીજી ની હત્યા કરનાર નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીથી ખુબ હોબાળો સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટીએ આ ટીપ્પણી બદલ પ્રજ્ઞા ઠાકુરની સામે આકરાં પગલાં લીધા છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રજ્ઞા ઠાકુરની સંરક્ષણ પેનલમાંથી હકાલપટ્ટી કરી હતી તેમજ ભારતીય જનતા પાર્ટીએની સંસદીય બેઠકમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.

અને બીજી તરફ કોંગ્રેસ રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને ‘આતંકવાદી’ ગણાવ્યા હતા. સમગ્ર વિવાદમાં પ્રજ્ઞા ઠાકુરે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે ઉધમસિંહનું અપમાન સહન ન કર્યું. અસત્યના વાવાઝોડામાં સત્ય ખોવાઈ ગયું. ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં ભારે વિવાદ સર્જાયો હતો. પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી વિપક્ષની સાથે ભાજપમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીની ખુબ ટીકા કરે છે. પક્ષ આવા નિવેદનોનું ક્યારેય સમર્થન નથી કરતો. કિથત નિવેદન બદલ પ્રજ્ઞા ઠાકુર સામે પગલાં લેતાં ભાજપે સંરક્ષણ સમિતિમાંથી પ્રજ્ઞા ઠાકુરની હકાલપટ્ટી કરી હતી. તાજેતરમાં જ પ્રજ્ઞા ઠાકુરનો સંરક્ષણ સમિતિમાં સમાવેશ કરાયો હતો. તે સમયે પણ વિવાદ સર્જાયો હતો. સંરક્ષણ સમિતિમાંથી હકાલપટ્ટી ઉપરાંત ભાજપે શિયાળુ સત્ર દરમિયાન પક્ષની સંસદીય બેઠકમાં હાજરી આપવા સામે પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગોડસેને દેશભક્ત કહેવા બદલ પ્રજ્ઞા ઠાકુરની ઝાટકણી કાઢી હતી અને તેમને આતંકી ગણાવી હતી. રાહુલે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, આતંકી પ્રજ્ઞાએ સંસદમાં ગોડસેને એક દેશભક્ત જણાવ્યા છે. ભારતીય સંસદના ઇતિહાસમાં આ એક દુ:ખદ દિવસ છે.

રાહુલે જણાવ્યું કે પ્રજ્ઞા ઠાકુર એ જ કહી રહી છે જે ભાજપ અને આર.એસ.એસ.નો આત્મા છે. પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધીજીનું નામ ગમે તેટલું લે, પરંતુ તેમનો આત્મા ક્યારેય છૂપો નથી રહી શકતો. ગમે ત્યારે તે બહાર આવે જ છે. પ્રજ્ઞા ઠાકુરે આ બાબત પુરવાર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *