BJP યુવા મોરચાના નેતાની ઘાતકી હત્યાથી રાજ્યમાં મચ્યો ખળભળાટ, હિન્દુ સંગઠનોમાં ભભૂકી ઉઠ્યો રોષ

કર્ણાટક(Karnataka)ના દક્ષિણ કન્નડ(Dakshin Kannada) જિલ્લાના સુલિયા(Sulia) તાલુકામાં મંગળવારે એટલે કે ગઈકાલે મોડી રાત્રે બીજેપી(BJP) યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુ(Praveen Nettaru Murder)ની ઘાતકી હત્યા કરી નાખવામાં…

કર્ણાટક(Karnataka)ના દક્ષિણ કન્નડ(Dakshin Kannada) જિલ્લાના સુલિયા(Sulia) તાલુકામાં મંગળવારે એટલે કે ગઈકાલે મોડી રાત્રે બીજેપી(BJP) યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુ(Praveen Nettaru Murder)ની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે ગામમાં બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભાજપના નેતા પ્રવીણ નેતારુની હત્યાના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન:
આ હત્યાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ પુત્તુર હોસ્પિટલની બહાર મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવીણને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ આ હત્યાના વિરોધમાં સુલિયા અને પુત્તુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરિસ્થિતિની સંવેદનશીલતાને સમજીને પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સીએમ બસવરાજ બોમાઈએ ન્યાયની ખાતરી આપી:
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ભાજપના નેતાના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમને આશ્વાસન આપ્યું છે કે આ મામલામાં જલ્દી ન્યાય કરવામાં આવશે. બસવરાજ બોમાઈએ ટ્વીટ કર્યું કે દક્ષિણ કન્નડ જિલ્લાના અમારા પક્ષના કાર્યકર પ્રવીણ નેતારુની ઘાતકી હત્યા નિંદનીય છે. આવા જઘન્ય ગુનામાં સંડોવાયેલા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા હેઠળ સજા કરવામાં આવશે. પ્રવીણના આત્માને શાંતિ મળે, ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

પોલીસ તપાસમાં જોડાઈ:
બેલારી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે બાઇક પર આવેલા હુમલાખોરો સ્થાનિક લોકો ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાઓ કેરળના રજીસ્ટ્રેશન વાહનમાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ કેરળના કાસરગોડ તરફ ભાગી ગયા હતા. હત્યારાઓને શોધવા પોલીસે વિશેષ ટીમ બનાવી છે. પોલીસને આશંકા છે કે તે બદલાની હત્યા પણ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *