શું ફરી એકવાર પાકિસ્તાન ઉરી-પુલવામા અટેક કરશે ? બોર્ડેર પર 200 આતંકવાદીઓ જોવા મળ્યા. જાણો વિગતે

357
TrishulNews.com

પાકિસ્તાન ધારા 370ને રદ કરવાના ભારતના ભારે નિર્ણયનો વિરોધ કરવા લાગ્યું છે. એક બાજુ પાકિસ્તાને ભારત સાથેનો વ્યાપાર સંબંધ અટકાવી દીધો છે અને જ્યારે બીજી તરફ તેણે સરહદે ગોળીબાર પણ શરૂ કરી દીધો છે.  આ બધું જોઇને લાગી રહ્યું છે કે પાકિસ્તાનને ધારા 370 હટાવી તે પસંદ આવ્યું નથી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આવેલા કનાચક સેક્ટરમાં શનિવારે આડેધડ ગોળીબાર કર્યો હતો.પાકિસ્તાની રેંજર્સ દ્વારા એલઓસી પર આવેલી ભારતીય ચોકીઓ અને સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. બીએસએફ પણ પાકિસ્તાનની સૈન્યની કાયર હરકતોનો આક્રામક જવાબ આપી રહ્યું છે. આ ઉપરાન્ત પહેલી ઓગસ્ટે પણ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના ઉરીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેનો પણ બીએસએફ દ્વારા આક્રામક જવાબ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ સરહદે હવે પાકિસ્તાને આતંકીઓની સંખ્યા પણ વધારી દીધી છે. પીઓકે પર પાકિસ્તાને આશરે 150 જેટલા આતંકીઓને તૈયાન કર્યા છે. જેને પગલે ભારતીય સૈન્ય હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ આતંકીઓ ગમે ત્યારે ભારતમાં ઘુસણખોરી કરી શકે છે અને કાશ્મીરમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. અગાઉ પણ એજન્સીઓએ દહેશત વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન 370નો બદલો લેવા માટે આતંકીઓનો સહારો લઇ શકે છે. સાથે જ હવે તેણે ગોળીબાર કરવાનું પણ શરૂ કરી દીધુ છે.

થોડા દિવસ પહેલા જ ઇમરાન ખાને સંસદના સત્રમાં ખુલ્લેઆમ આતંકી હુમલો કરાવીશું તેવી ધમકી આપી હતી, ઇમરાને કહ્યું હતું કે જો હવે ભારતમાં પુલવામા જેવો હુમલો થાય તો તેના માટે પાકિસ્તાન જવાબદાર નહીં રહે. આ નિવેદનના થોડા દિવસ બાદ હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે સરહદે પાકિસ્તાને 150 જેટલા આતંકીઓને તૈનાત કરી દીધા છે જે ગમે ત્યારે હુમલો કરી શકે છે.

ગુપ્તચરનો રિપોર્ટ છે કે જૈશ એ મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અજહરનો ભાઇ ઇબ્રાહિમ અજહર પણ પીઓકે પર હાલ સક્રીય થઇ ગયો છે. તેથી પુરી શક્યતાઓ છે કે પાકિસ્તાન હવે ફરી ઉરી અને પુલવામા જેવા બીજા હુમલાઓ કરાવવાની ફિરાકમાં છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે હવે પાકિસ્તાની નાગરીકોને ખુલ્લેઆમ આતંકી બનવાની પાકિસ્તાન સરકારે છુટ આપી દીધી છે. તેથી મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે. પાકિસ્તાન સરકાર અને આતંકીઓએ ભારત સામે હાથ મિલાવી લીધા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે.

પાકિસ્તાન હવે કાશ્મીરી યુવકોના સંપર્કમાં છે અને ગમે ત્યારે પુલવામા જેવો જ બીજો આત્મઘાતી વિસ્ફોટ કરાવવાની તૈયારીમાં છે. હાલ કાશ્મીરમાંથી 370 હટાવી લેવામાં આવી હોવાથી સ્થાનિકોમાં ગુસ્સો વધારવાના પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે. બાદમાં તેનો ઉપયોગ ભારતમાં હુમલા કરાવવા કરશે. આ ઉપરાંત હાલ પાકિસ્તાનમાં જે કાશ્મીરી યુવકો છે તેઓને પણ પાકિસ્તાની આતંકીઓ ભારત પર હુમલાની તાલીમ આપવા લાગ્યા છે. એટલે પાકિસ્તાન ફરી હવે આતંકવાદ તરફ વળી રહ્યું છે અને તેના સહારે કાશ્મીરને ભડકે બાળવાનું આયોજન કરી રહ્યું છે.

Loading...

Loading...