પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને ધોતિયા ઢીલા કરનાર વિંગ કમાન્ડર અભિનંદનને આજે રાષ્ટ્રપતિ કોવિંદ આપશે વીર ચક્ર મેડલ

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને (Abhinandan Vardhman) આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Kovind) દ્વારા વીર ચક્રથી (Veer Chakra) સન્માનિત કરવામાં…

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને (Abhinandan Vardhman) આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Kovind) દ્વારા વીર ચક્રથી (Veer Chakra) સન્માનિત કરવામાં આવશે. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2019ના રોજ તેમને આ સન્માન હવાઈ લડાઈમાં પાકિસ્તાની F-16 ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવા બદલ આપવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે વર્ધમાને 27 ફેબ્રુઆરી 2019 ના રોજ એક પાકિસ્તાની ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. જ્યારે એક દિવસ પહેલા જ બાલાકોટ એર સ્ટ્રાઈક પર પાડોશી દેશે ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશો વચ્ચેની આ હવાઈ અથડામણ દરમિયાન, વિંગ કમાન્ડર વર્થમાનનું મિગ-21 વિમાન પડી જતાં પાકિસ્તાને તેને પકડી લીધો હતો. જો કે, વર્ધમાને તેનું પ્લેન પડ્યું તે પહેલા પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

તે પછી, 1 માર્ચની રાત્રે, વર્ધમાનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ હવાઈ અથડામણ દરમિયાન મિગ-21 બાઇસન પરથી કૂદતી વખતે તેને ઈજાઓ પણ થઈ હતી. તે વર્ષ પછી, તેમને વીર ચક્ર, ભારતનો ત્રીજો સર્વોચ્ચ યુદ્ધ સમયનો વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

અભિનંદને મિગ-21 પરથી F-16 તોડી પાડ્યું. જેના કારણે દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ હતી. તેનું કારણ એ હતું કે F-16 એક અત્યંત આધુનિક ફાઈટર એરક્રાફ્ટ હતું, જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે મિગ-21 60 વર્ષ જૂનું રશિયન બનાવટનું એરક્રાફ્ટ હતું. ભારતે 1970માં રશિયા પાસેથી મિગ-21 ખરીદ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *