દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં આવેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે બનશે આ ઐતિહાસિક ઘટના

કોરોના વચ્ચે હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે, જેને જાણીને ગુજરાતવાસીઓને ખુબ ગર્વ થશે. આગામી 25 તારીખથી સમગ્ર ભારતનાં બધાં જ લોકસભા તથા…

કોરોના વચ્ચે હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે, જેને જાણીને ગુજરાતવાસીઓને ખુબ ગર્વ થશે. આગામી 25 તારીખથી સમગ્ર ભારતનાં બધાં જ લોકસભા તથા રાજ્યસભાના સ્પીકરની સાથે જ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાત લેવા માટે આવવાના છે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા બીજા સ્પીકરની સાથે બેસીને વાતચીત થવાની છે, તે કેવડિયા ખાતે આવેલ ટેન્ટસિટી-2 ખાતે 80મી રાજ્યવિધાનસભાના અધ્યક્ષોની પરિષદનું આયોજન થવાં માટે જઈ રહ્યું છે ત્યારે આ સ્થળે ગુજરાતના વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લઇ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 100 વર્ષમાં સૌપ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન થવાં માટે જઈ રહ્યું છે. આ દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે.

સમગ્ર દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. પ્રતિમાની કુલ 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના કુલ 182 સદસ્યોની સૂચક છે તેમજ ગુજરાતના કુલ 7 કરોડ પ્રજાજનોની લાગણીની સાથે જોડાયેલ છે. આ જાણકારી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ છે કે, આ કાર્યક્રમના સમાપનમાં PM નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ, એક સાથે તમામ વડા એકત્ર થાય એ ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત કરીએ તો, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી અંતર્ગત રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય તથા યાદગાર બનાવવામાં આવશે. લોકસભા તથા રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *