ખાતરનાં ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્તિથી, જાણો નવા ભાવ

Published on: 4:07 pm, Thu, 8 April 21

હાલમાં તમામ ચીજ-વસ્તુઓનાં ભાવમાં સતત ભાવવધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં એક ખુબ દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. રાસાયણિક ખાતરમાં ભાવ સતત વધતા જતાં હોવાને લીધે ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું છે. 1 વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1,000 મોંઘવારી ખેડૂતોના શિરે આવી પડ્યો છે.

રાસાયણિક ખાતર તેમજ દવાના સતત વધતા જતાં ભાવવધારા સામે ખેડૂત લાચાર બન્યો છે. ઉપજ પ્રમાણે ભાવ ન મળી રહેતાં ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. હવે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂત ચિંતાતુર બન્યા છે. ખાતરના ભાવ વધારાને લીધે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો:
ઇફકો કંપનીએ ખાતરમાં ભાવ વધારો ઝીકયો છે કે, જેમાં DAP ખાતરના ભાવમાં 700 તથા ASPમા 375 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. DAP ખાતરમાં  700 રૂપિયાનો ભાવધારો કરવામાં આવ્યો છે. NPK (16) મા 615 રૂપિયા અને NPK (26) મા 600 રૂપિયા, ASP મા 975 રૂપિયાને બદલે 1350 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારો થવાનો મુદ્દો સામે આવી રહ્યો છે. કૃષિમંત્રી ભાવ વધારાને લઇ કેન્દ્રીય કૃષિમંત્રીની સાથે મીટીંગ કરશે. આની સાથે જ વીડિયો કોન્ફરન્સ બેઠક કરશે. રાજ્ય કૃષિમંત્રી કોરોના ક્વોરન્ટાઇન છે. કેન્દ્રીય કૃષિમંત્રી પરવાનગી આપશે તો આજે વીડિયો કોન્ફરન્સનું આયોજન થશે.

સબસિડી વધારવા કરશે વીડિયો કોન્ફરન્સ:
સતત વધતા જતાં ખાતરનાં ભાવમાં મળતી સબસિડી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. DAP ખાતરની થેલી દીઠ ખેડૂતને 400 રૂપિયા સુધીની સબસિડી ચૂકવવામાં આવતી હતી. અગાઉ સરકાર ખાતર કંપનીને સબસિડી ચુકવતી હતી. હવે ખેડૂતના ખાતામાં સબસિડી ચુકવવામાં આવશે.

ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવા અંગેની માંગ:
ખેડૂતને ખાતરની થેલી 1,200 રૂપિયા મળે તેવી રજૂઆત કૃષિ વિભાગ કરવામાં આવશે. દિલીપ સખીયા દ્વારા ભાવ વધારાને પાછી લેવાની માંગ કરવામાં આવી છે. આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પરસોત્તમ રૂપાલાને પત્ર પણ લખવામાં આવ્યો છે તેમજ ખેડૂતોએ ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવા અંગેની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.