જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ક્યા-ક્યા જશે પ્રવાસે. જાણો સમગ્ર કાર્યક્રમ અહીં.

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ભૂતાનમાં પ્રવાસ કરી રહ્યા છે. અને જાણકારી અનુસાર આ પ્રવાસ બે દિવસ માટેનો છે. ત્યાં નરેન્દ્ર મોદીએ 2 દેશો…

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ભૂતાનમાં પ્રવાસ કરી રહ્યા છે. અને જાણકારી અનુસાર આ પ્રવાસ બે દિવસ માટેનો છે. ત્યાં નરેન્દ્ર મોદીએ 2 દેશો વચ્ચે 9 મહત્વના કરાર કર્યાં હતા. હવે વડાપ્રધાન મોદી સંયુક્ત અરબ અમિરાત(યુએઈ) અને બહરીનના ત્રણ દિવસ પ્રવાસે જશે તેવું મીડિયા રિપોર્ટ્સથી જાણ મળી છે.

સમાચારના કહેવા પ્રમાણે, આ પ્રવાસની રજૂઆત 23 ઓગસ્ટથી થશે. આ સફર ની મુકાલાત દરમિયાન પીએમ મોદી બન્ને દેશોના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આપસી હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટ કરશે.

આ ન્યુઝ મુજબ વિદેશ મંત્રાલયએ(MEA) તરફથી સોમવારે જાણવા મળ્યું હતું કે વડાપ્રધાન મોદી પહેલા સંયુક્ત અરબ અમિરાત જશે. જ્યાં તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ આપવામાં આવશે. જે યૂએઈના સંસ્થાપક શેખ ઝાયદ બિન સુલતાન અલ નાહયાનના નામ પરથી ઓળખવામા આવશે . ત્યાર પછી 24 ઓગસ્ટે પીએમ મોદી બહરીનની બે દિવસની મુસાફરીએ જશે. આ સાથે ભારતના કોઈ વડાપ્રધાન પ્રથમ વખત આ ખાડી દેશની યાત્રા કરશે.

સમાચાર મુજબ વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી યાત્રા દરમિયાન અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ નાહયાન સાથે પણ મુલાકાત કરશે અને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આપસી હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે યૂએઈએ દ્વિપક્ષીય રણનીતિક સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત એપ્રિલ માસમાં કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *