કોંગ્રેસના મહિલા પ્રવક્તાનો આરોપ: કોંગ્રેસમાં મહિલાઓની છેડતી કરનારને મળે છે મહત્વ

Published on: 11:27 am, Wed, 17 April 19

ચૂંટણી પ્રચારની ગરમા ગરમી વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીએ પોતાની જ પાર્ટી સામે જાહેરમાં કાઢેલા બળાપાના પગલે સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

પ્રિયંકાએ લખ્યું કે જો લોકો મહેનત કરીને તેમની જગ્યા બનાવી રહ્યા છે, તેમની જગ્યાએ એવા લોકોને મહત્વ મળી રહ્યું છે, જેમણે પાર્ટી માટે કંઈ કર્યુ નથી. પાર્ટી માટે મેં ગાળો અને પત્થર સહન કર્યા છે, પરંતુ તેમ છતા પાર્ટીના નેતાઓ મને ધમકી આપી રહ્યા છે. જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તેઓ બચી ગયા છે. આ લોકોનું કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિના બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે.


પ્રિયંકાએ કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલો એક પત્ર પણ જાહેર કર્યો છે.જેમાં કહેવા પ્રમાણે પ્રિયંકા ચતુર્વેદી રાફેલ વિમાનને લઈને કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવા મથુરા ગયા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ગેરવર્તન કર્યુ હતુ.જેમની સામે પાર્ટીએ કાર્યવાહી કરી હતી પણ હવે તમામને તેમના હોદ્દા પાછા આપી દેવાયા છે.આ માટે જ્યોરાદિત્ય સિંધિયાએ ભલામણ કરી હતી.

પત્રમાં જણાવાયું અનુસાર ઉત્તરપ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટી તરફથી રાફેલ વિમાનની ડીલ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવી હતી, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ આ કાર્યકર્તા પર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ 15 એપ્રિલે ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણના કારણે કાર્યવાહી અટકાવી દેવાઈ હતી.

એ જાણવુ જરુરી છે કે, જ્યોરાદિત્ય રાહુલ ગાંધીની કોર ટીમના સભ્ય છે અને તેઓ પશ્ચિમી યુપીના પ્રભારી પણ છે.