સુરતમાં મહિલાઓને ફ્રી સ્ટોલનું પ્લેટફોર્મ પૂરું પાડીને મુસ્કાન ટ્રસ્ટે અંદાજે ૯ લાખનો વેપાર કરાવ્યો- ભવિષ્યમાં પણ કરશે આયોજન

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે એક પહેલ..એક પ્રયાસ..કાયૅકમ અંતગર્ત કોરોના કાળમાં જે મહિલાઓ હિંમત…

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે એક પહેલ..એક પ્રયાસ..કાયૅકમ અંતગર્ત કોરોના કાળમાં જે મહિલાઓ હિંમત અને પ્રતિભાનાં જોરે નાના-નાના વ્યવસાય માં આગળ વધી રહી છે. તેમને યોગ્ય પ્લેટફોર્મ અને રોજગારી મળી રહે તે હેતુસર જે.જી.ગાબાણી હોલ ,મીનિબજાર ખાતે બે દિવસીય વિનામૂલ્યે પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત ની આત્મનિર્ભર મહિલાઓને ૭૦ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રક્ષાબંધન નાં તહેવાર ને ધ્યાનમાં રાખીને રાખીમેલાં નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા કોરોના કાળ માં સ્વાસ્થ ના હેતુસર મહિલાઓ દ્વારા કપૂર અને ગાયના ગોબરમાથી બનેલી રાખડીઓ આકષૅણ નું કેન્દ્ર બની હતી.આ ઉપરાંત પ્રદશૅનમા હેનડલુમ,હેનડીકાફટ, કપડાં, રાખડીઓ અને ગૃહ ઉદ્યોગ ની વસ્તુઓના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા

એક પહેલ..એક પ્રયાસ કાયૅકમ અંતગૅત ૨ દિવસ દરમિયાન મહેશભાઈ સવાણીનાં હસ્તે લાઈવ કુકિગ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સવાણી પરિવાર તરફથી માતા કે પિતા વગરની ૧૦૦ દિકરીઓને વિના મૂલ્યે કુકીગ શો નો લાભ મળ્યો હતો.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાકેશભાઈ દાઢી અને DICF ના પ્રમુખ નિલેશભાઈ બોડકીએ જણાવ્યું હતું કે, મહેનત કરીને રોજગારી મેળવતી આ તમામ મહિલાઓને પ્રોત્સાહન આપવાનાં હેતુસર વિનામૂલ્યે આ કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌને વિનંતી છે કે, ધરે ‌બેસીને ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ પાસેથી વસ્તુઓ‌ ખરીદીને તેમને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવીએ.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વરાછામાં યોજાયેલા એક પહેલ..એક પ્રયાસ…કાર્યક્રમે અણધારી સફળતા હાંસલ કરી છે. કાર્યક્રમના અંતે તમામ સ્ટોલ ધારકોને 1,100 રૂપિયા દાન પેટે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હરેક્રિષ્ના એકસ્પોર્ટના હિંમતભાઈ ધોળકીયા દ્વારા સ્ટોલધારકોમાંની 11 વિધવા મહિલાઓને પ્રોત્સાહન સ્વરૂપે તમામને 21,000 નો ચેક અર્પણ કરાયો હતો. તમામ સ્ટોલ ધારકોએ બે દિવસના પ્રદર્શનમાં ધાર્યા કરતા પણ વધારે વકરો કર્યો હતો. સંસ્થાની ગણતરી પ્રમાણે 77 સ્ટોલધારકોએ બે દિવસમાં 8,93,000 કિંમતનો વેપાર કર્યો હતો.

આ પ્રદર્શનમાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલા રાખીમેલામાં રાખડીઓનું ધૂમ વેચાણ થયું હતું. 20 જેટલા રાખડીઓના સ્ટોલધારકોએ બે દિવસમાં 2 લાખથી વધુ રાખડીઓનો વેપાર કર્યો હતો. એક આંકડા પ્રમાણે બે દિવસ દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં શનિવારે 1300 લોકોએ તો રવિવારે 3300 લોકોએ મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં 20 ઇન્ટરનેન્ટલ વાનગીઓ 200 બહેનોને વિનામુલ્યે શીખવાડવામાં આવી હતી.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ દાઢી અને DICF ના પ્રમુખ નિલેશભાઈ બોડકીએ જણાવ્યું હતું કે આ તમામ મહિલાઓ આત્મનિર્ભર તો છે જ. આ પ્રદર્શન મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નહીં પણ તેમને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવ્યું છે. વધારેમાં વધારે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓ બહાર આવી આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે જેથી બીજી મહિલાઓને પણ પોતાના વ્યવસાયનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળે એવા પ્રયાસ સાથે આ અનોખી પહેલ છે સાથે જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ અમે મહિલાઓ માટે ફરી એક વખત આ પ્રકારના પ્રદર્શનની જાહેરાત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *