PSI એ પહેલા 4 લાખ પડાવી લીધા અને વધુ 1 લાખની લાંચ લેવા આપતા રંગે હાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. PSI પી.એલ.દાફડા…

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. PSI પી.એલ.દાફડા એ પહેલા 4 લાખ પડાવી લીધા અને વધુ 1 લાખની લાંચ લેવા આપતા રંગે હાથ ઝડપાયો. ઘટના એમ બની કે, એક યુવકે મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે યુવકને વોટ્સ એપ કોલ કરી યુવક પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરી કરી હતી. પરંતુ યુવકે આપવાની ના પાડી હતી.

યુવકે દસ લાખ રૂપિયા આપવાની ના પાડતા કર્મચારીના મિત્રએ યુવકની મેડીકલ એજન્સીના નામે ખોટાં-ખોટાં લેટર પેડો બનાવી યુવકના નામની ખોટી સહીઓ કરી યુવક પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો યુવકનેને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે યુવકે આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.૧૪/૦૪/૨૦૨૧ ના રોજ લેખિત અરજી આપી હતી.

આ બાબતે યુવકે એફ.આઇ.આર. દાખલ કરવાના અવેજ પેટે PSI પી.એલ.દાફડાએ યુવક પાસે રૂ.૫,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. જેમાંથી PSI પી.એલ.દાફડાએ યુવક પાસેથી ટુકડે-ટુકડે રૂ.૪,૦૦,૦૦૦/- અગાઉ લઇ લીધા તેમજ PSI પી.એલ.દાફડાએ યુવકની અરજી ઉપરથી એફ.આઇ.આર. દાખલ કરેલ તેના બદલામાં યુવક પાસેથી ૧-એ.સી., ૧-ફ્રિઝ, ૨-સેટી, ૨-ગાદી, ૧-કબાટ, ૧-ગીઝર મળી કુલ કિં.રૂ.૮૬,૭૦૦/- ની ચીજ-વસ્તુઓ લીધેલ અને બાકીના રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની રકમ લેવાની બાકી હોય જેની PSI પી.એલ.દાફડાએ યુવક પાસે માંગણી કરી હતી.

જે લાંચની રકમ યુવક આપવા માંગતા ન હોવાથી યુવકે તા.૨૨/૦૫/૨૦૨૧ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે., વલસાડ નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપી અહ્તી. યુવકની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીનાઓ ફરીયાદીશ્રીના ઘરે જઇ હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧,૦૦,૦૦૦/- રકમની લાંચની માંગણી કરતા અધિકારીએ ઘટના સ્થળ ઉપર રંગેહાથ ઝડપી પાડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *