પોલીસ ઇન્સ્પેકટર સાથે વિડીયો કોલમાં નગ્ન થઇ ગઈ યુવતી અને પછી વિડીયો થઇ ગયો લીક…

સુરત જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જયારે ગઈ કાલે જ ભાજપના કોર્પોરેટરનો અશ્લીલ વિડીઓ લ થયો હતો જયારે હવે…

સુરત જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જયારે ગઈ કાલે જ ભાજપના કોર્પોરેટરનો અશ્લીલ વિડીઓ લ થયો હતો જયારે હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપના સકંજામાં ફસાયા છે. જયારે તેમનો યુવતી સાથેનો અશ્લીલ વિડીઓ વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

બારડોલીના રહેતા એક વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા હતા. જયારે બુધવારના રોજ ભાજપના કોર્પોરેટર પણ આ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા હતા. જયારે હવે ગઈ કાલના રોજ ગુરુવારે પલસાણા તાલુકાના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) સહિત બારડોલીના અન્ય 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થયો છે જેમને લઈને ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ)નો વિડીઓ વાયરલ થયો છે. પીએસઆઈ જયારે નવસારી જિલ્લામાં ફરજ પર હતા તે દરમ્યાન આ ઘટના બની હતી. જોવા જઈએ તો હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ કરવામાં આવી નથી. મહત્વનું છે કે, ગઈ કાલે બારડોલીના ભાજપના કોર્પોરેટરનો અશ્લીલ વિડીઓ વાયરલ થયો હતો જેમને લીધે ચકચાર મચી ગયો હતો. વિડીઓ વાયરલ થતાની સાથે જ તેમણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે મોડી સાંજના રોજ કોર્પોરેટર દક્ષેશ શેઠનો વિડીઓ કોલ પર લલના સામેનો  વિડીઓ વાયરલ થતા બારડોલી વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેટરના આ 1 મિનીટ અને 50 સેકન્ડના આ વીડીઓમાં સૌ પ્રથમ લલના કપડા ઉતારી રહી છે. ત્યાર પછી કોર્પોરેટર પોતાના કપડા ઉતારીને સંપૂર્ણ  રીતે નગ્ન થઇ જાય છે. નગ્ન થતા બાદ યુવતી જે અભદ્ર ચેષ્ટા કરે છે તે જ નગરસેવક કરી રહ્યા છે.

બારડોલી જીલ્લા પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે તેમનો આ અભદ્ર વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાતા તેમણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સંદીપ દેસાઈએ જણાવતા કહ્યું હતું કે, પાર્ટીની શાખને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોચાડવાના કૃત્યને કોઈ પણ ભોગે સહન નહી કરી લેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *