અરજી પાછી ખેંચાવવા અને ફરિયાદ ના લેવાનું PSI અને રાઈટરને મોંઘુ પડી ગયું, જાગૃત નાગરિકે ઉપર ઠેઠ અડાડી દીધા…

સુરત રૂરલના ઓલપાડ પોલીસ સ્ટેશનના વિવાદીત ઇન્ચાર્જ પીએસઆઈ એ.બી.મોરી અને રાઇટર એમ. જે. જોગરાનાને જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ બાબતે ધમકાવી…

સુરત રૂરલના ઓલપાડ પોલીસ સ્ટેશનના વિવાદીત ઇન્ચાર્જ પીએસઆઈ એ.બી.મોરી અને રાઇટર એમ. જે. જોગરાનાને જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ બાબતે ધમકાવી અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવાની બાબતે જીલ્લા પોલીસને કરાયેલી રજૂઆત બાદ કાર્યવાહી કરાઈ હતી. અને આ બંને ને સસ્પેન્ડ કરાયા છે.

શું હતી ઘટના?
આશરે દસેક દિવસ અગાઉ સુરતના ઓલપાડ તાલુકાના અટોડરા પાટિયા પાસે ગાડી ઓવરટેક કરવાની બાબતે 4 યુવકોએ ગાડી ચાલકને રોકી માર મારીને સોનાની ચેન તોડી લેવાની ઘટનામાં ફક્ત મારા મારીની ફરિયાદ નોંધી હતી. જ્યારે સોનાની ચેઇન બાબતની ફરિયાદ ન નોંધવા સાથે ફરિયાદી હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં જઈ ફરિયાદ બાબતે ધમકાવી અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવાની બાબતે જિલ્લા પોલીસને કરાયેલી રજૂઆતે કામગીરી કરાઈ હતી. psi અને રાઈટર દ્વારા દબાણ કરાયાનો આક્ષેપ થયો હતો.

સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનામાં ફરિયાદ ન નોંધીને અરજદાર અને ભોગ બનનારને હેરાનગતિ પહોંચાડી ફરજ બજાવવામાં કામચોરી કરનાર પી.એસ.આઈ અશોક મોરી વિરુદ્ધ ઉચ્ચ અધિકારી સમક્ષ અનેક ફરિયાદ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *