Preliminary Examination: આ તારીખે યોજાશે PSI ભરતી માટેની લેખિત પરીક્ષા

Published on Trishul News at 7:22 PM, Mon, 31 January 2022

Last modified on January 31st, 2022 at 7:30 PM

ગુજરાત(Gujarat): રાજ્યના હજારો યુવાનો PSI ભરતીની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરની ભરતીની પ્રાથમિક પરીક્ષા PSI Preliminary Examination અગામી ૬ માર્ચ, ૨૦૨૨ ને રવિવારના રોજ લેવામાં આવશે.

અગાઉ તારીખ 3 ડિસેમ્બરના રોજ ગુજરાતના ૧૫ અલગ-અલગ કેન્દ્રો પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શારીરિક કસોટીના પરિણામો 15 જાન્યુઆરીના રોજ જાહેર થયા હતા અને જાહેરાત પણ કરવામાં આવી હતી કે, 15 ફેબ્રુઆરી બાદ આ માટેની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે ત્યારે ગૃહ વિભાગ દ્વારા આ માટેની જાહેરાત કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, શારીરિક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થાય છે અને પરિણામ આવ્યા બાદ તે અંગેની લેખિત પ્રિલિમિનરી પરીક્ષા લેવાની હોય છે ત્યારે આ અંગેની તારીખ જાહેર થઇ જતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે આ અંગે વધુ અપડેટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "Preliminary Examination: આ તારીખે યોજાશે PSI ભરતી માટેની લેખિત પરીક્ષા"

Leave a comment

Your email address will not be published.


*