PUBG માટે પુત્રએ પિતાની જિંદગી બરબાદ કરી નાખી- આવું તો કોઈએ નહિ કર્યું હોય!

ઓનલાઇન ગેમ PUBG પાછળ આજકાલના કિશોરો ગાંડા ઘેલા થઈ ગયા છે. આ ગેમ માટે મોટું નુકસાન કરવા માટે પણ બાળકો પાછળ નથી પડતા. આ ગેમના…

ઓનલાઇન ગેમ PUBG પાછળ આજકાલના કિશોરો ગાંડા ઘેલા થઈ ગયા છે. આ ગેમ માટે મોટું નુકસાન કરવા માટે પણ બાળકો પાછળ નથી પડતા. આ ગેમના નશામાં કિશોરો ઘણા કલાકો સુધી આ રમત રમે છે. હવે પંજાબથી એક કિસ્સો સામે આવ્યો છે, જે કોઈને પણ આશ્ચર્યચકિત કરશે. અહીં એક છોકરાએ PUBG ગેમ માટે તેના પિતાની આજીવન કમાણી વ વાપરીનાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોકરાએ તેના પિતાના બેંક ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડ્યા છે.

એકાઉન્ટ અપગ્રેડ કરવા માટે ખર્ચવામાં આવ્યા પૈસા

પંજાબમાં રહેતા આ 17 વર્ષના છોકરાએ આ પૈસા તેના PUBG એકાઉન્ટને અપગ્રેડ કરવા માટે ખર્ચ કર્યા છે. આ સાથે, તેણે તેના મિત્રોના એકાઉન્ટને પણ અપગ્રેડ કર્યું હતું. બાળકના માતાપિતાએ તેમના બેંક સ્ટેટમેન્ટમાંથી આ ઉપાડ અંગેની માહિતી મેળવી હતી. બાળકના પિતાએ તેની સારવાર કરાવવા માટે પૈસા જમા કરાવ્યા હતા.

બાળક પિતાના ફોનમાં ગેમ રમતો હતો

મળતા અહેવાલ મુજબ, છોકરાએ માતા-પિતાને કહ્યું કે તેણે આ ફોનનો ઉપયોગ ઓનલાઇન અભ્યાસ માટે કરે છે. જ્યારે તે પિતાના ફોનમાં PUBG રમતો રહેતો હતો. તેના પિતાએ ફોનમાં બેંક એકાઉન્ટ અને કાર્ડથી સંબંધિત તમામ માહિતી સેવ કરી હતી. બાળક પણ જાણતો હતો કે, તેના પિતાનું બેંક એકાઉન્ટ ફોન સાથે જોડાયેલું છે. જે બાદ તેણે આ નાણાંનો ઉપયોગ PUBG એકાઉન્ટને અપગ્રેડ કરવા માટે કર્યો હતો.

માતાનું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી નાખ્યું

બાળકના પિતાનું કહેવું છે કે, તેનો પુત્ર રમત માટે ફોનથી પૈસા ઉપાડતો હતો અને જ્યારે મેસેજ આવ્યા ત્યારે તેણે ડિલીટ કરી દીધા હતા. જેના કારણે અમે પૈસા ઉપાડવાની માહિતી મેળવી શક્યા ન હતા. પરંતુ જ્યારે હું બેંક માં ગયો ત્યારે મને તે નાણાં ઉપાડવાની જાણ થઈ. બાળકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, તે કોઈ બીમારીથી ઝઝૂમી રહ્યો છે, જેના માટે તેણે સારવાર માટે આ રકમ જમા કરાવી હતી. બાળકએ ફક્ત પિતા જ નહીં પરંતુ માતાનું પ્રોવિડન્ટ ફંડ અને બેંક ખાતું પણ ખાલી કરી નાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *