પુનીત રાજકુમારના નિધનથી આઘાતમાં સરી પડ્યા ચાહકો, એકે આત્મહત્યા તો બેના હાર્ટ એટેકથી મોત

Published on: 12:35 pm, Sat, 30 October 21

સાઉથ સિનેમાનું જાણીતું નામ પુનીત રાજકુમાર(Puneeth Rajkumar) હવે આપણી વચ્ચે નથી. શુક્રવારે (29 ઓક્ટોબર) તેમના આકસ્મિક નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે અવસાન(Puneeth Rajkumar death) થયું હતું. શુક્રવારે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુની જાણ થતાં તેમના ચાહકો આઘાતમાં છે. પુનીતના મૃત્યુને કારણે, તેના એક ડાઇ-હાર્ટ ચાહકને એટલો આઘાત લાગ્યો કે તેણે આ શોકમાં આત્મહત્યા કરી અને અન્ય બે લોકો હાર્ટ એટેક(Puneeth Rajkumar Fans died)ને કારણે મૃત્યુ પામ્યા હતા.

પુનીત રાજકુમારના અવસાનનું દુ:ખ ચાહકો સહન ન કરી શક્યા. કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના હનુર તાલુકાના મેરો ગામમાં 30 વર્ષીય વ્યક્તિએ આ સમાચાર સાંભળ્યા કે તરત જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મૃતકની ઓળખ મુનિયપ્પા તરીકે થઈ છે, જે એક ખેડૂત હતો અને પોતાની પાછળ પત્ની અને બે બાળકોને છોડી ગયો હતો.

લોકો તેમના મનપસંદ અભિનેતાને ‘અપ્પુ’ કહીને બોલાવતા હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મુનિયપ્પા ‘પાવર સ્ટાર’ પુનીત રાજકુમારનો ખુબ મોટો ચાહક હતો. તે તેની દરેક ફિલ્મ જોતો હતો. પુનીતના મૃત્યુના સમાચાર સાંભળતા જ મુનિયપ્પા સ્તબ્ધ થઈ ગયા અને ટીવી પર આ સમાચાર જોઈને ખૂબ રડવા લાગ્યા. આ દરમિયાન તેની છાતીમાં દુખાવો ઉપડતાં તે નીચે પડી ગયો હતો. ગ્રામજનો તેને તરત જ પોન્નાચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને હૃદયરોગના હુમલાને કારણે મૃત જાહેર કર્યો.

પુનીત રાજકુમારનું 29 ઓક્ટોબરે હાર્ટ એટેકના કારણે અવસાન થયું:
તે જ સમયે, બેલગાવીના શિંડોલી ગામમાં વધુ એક ચાહકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મૃતકનું નામ પરશુરામ ડેમન્નાવર જણાવવામાં આવી રહ્યું છે, જે પુનીત રાજકુમારના કટ્ટર પ્રશંસક હતા. મૃત્યુની માહિતી મળ્યા પછી, તે ખૂબ જ દુઃખી હતો અને ટીવીની સામે માત્ર રડતો હતો. અપ્પાના ચાહકને રાત્રે 11 વાગ્યે હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના મૃત્યુના સમાચાર આવ્યા પછી તેના અન્ય એક ચાહકે આત્મહત્યા કરી લીધી. આ ઘટના કર્ણાટકના બેલાગવી જિલ્લાના અથાનીમાં બની હતી. મૃતકની ઓળખ રાહુલ ગડીવદરા તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, તેણે પહેલા પુનીતના ફોટાને ફૂલોથી શણગાર્યો અને પછી તેના ઘરે ગળાફાંસો ખાઈને મોતન વ્હાલું કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.