BIG NEWS: પંજાબના પઠાણકોટમાં આર્મી કેન્ટના ગેટ પર થયો ગ્રેનેડ બ્લાસ્ટ- તમામ પોલીસ…

પંજાબ(Punjab): શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર(Triveni Gate) ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો(Grenade attack) કર્યો હતો. આ કેસમાં…

પંજાબ(Punjab): શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર(Triveni Gate) ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો(Grenade attack) કર્યો હતો. આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. SSP પઠાણકોટ(Pathankot) સુરિન્દર લાંબા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. સૈન્ય વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી(CCTV) કેમેરામાંથી કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે એક વાગ્યે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જતા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઇકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે હતા. જેથી કોઈને ઈજા થઈ ન હતી. સૈન્ય અધિકારીઓ પણ એ કહી શકતા નથી કે ગ્રેનેડ ફેંકનારા બાઇક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.

વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. સેનાના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. તમામ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *