રીબાઈ રીબાઈને મોતને ભેટી મહિલા પોલીસકર્મી- હત્યારું બીજું કોઈ નહિ પરંતુ પોતાનો જ…

પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે કારણ કે, એક પોલીસકર્મીએ મહિલા પોલીસ કર્મીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ પોતે જ…

પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે કારણ કે, એક પોલીસકર્મીએ મહિલા પોલીસ કર્મીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ પોતે જ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના પંજાબ(Punjab)ના ફિરોઝપુર(Ferozepur)માં એક મોટી ઘટના સામે આવી છે. અહીં પંજાબ પોલીસના SWAT જવાને એક મહિલા પોલીસકર્મીની ગોળી મારીને હત્યા(Woman policeman murder) કરી દીધી અને બાદમાં પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવાર-રવિવારની મધ્ય રાત્રિએ લગભગ 12.15 વાગ્યે બની હતી. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે એન મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિરોઝપુરમાં પંજાબ પોલીસની સ્વાટ ટીમમાં તૈનાત કોન્સ્ટેબલ ગુરસેવક સિંહે પોલીસ સ્ટેશન કેન્ટમાં તૈનાત મહિલા કર્મચારી અમનદીપ કૌનની ગોળી મારીને હત્યા કરી હતી. ફિરોઝપુર એસએસપીના નિવાસ પાસે હત્યા કરવામાં આવી હતી. અમનદીપની હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ ગુરસેવક મોગા જિલ્લામાં પહોંચ્યો અને ત્યાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

નોરંગ ગામના સાયલના રહેવાસી મૃત કોન્સ્ટેબલ ગુરસેવક સિંહ s/o સુચા સિંહ વર્ષ 2011માં પંજાબ પોલીસમાં જોડાયા હતા અને હાલમાં તે ફિરોઝપુરમાં પંજાબ પોલીસની SWAT ટીમમાં તૈનાત હતા. ગુરસેવક પરિણીત હતો અને તેને પાંચ વર્ષની પુત્રી છે. તે જ સમયે, મૃતક મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર કેન્ટ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.

ફિરોઝપુર પોલીસે બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે હાલ આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *